રવિ નિમાવત, મોરબી: મોરબીના મહેશ્વરી પરિવારના ત્રણ સભ્યો કારમાં રાજસ્થાન જવા નીકળ્યા હોય દરમિયાન કચ્છ રાધનપુર હાઈ-વે પર બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા એક જ પરિવારના બે સગા ભાઈઓ સહીત ત્રણ વ્યક્તિના મોત થયા હતા. તો મોડી સાંજે એક જ પરિવારના ત્રણ સભ્યોની એકીસાથે અર્થી ઉઠતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતાં.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મેડીકલ એસોના પ્રેસિડેન્ટ કિરણભાઈ મહેશ્વરીના મોટાભાઈ લતપતભાઈ મહેશ્વરી,જયંતીભાઈ મહેશ્વરી અને રેખાબેન જયંતીભાઈ મહેશ્વરી પોતાની કાર લઈને મોરબીથી રાજસ્થાન જવા નીકળ્યા હતાં. તાજેતરમાં દીકરીના લગ્ન થયા હોય જેને તેડવા રાજસ્થાન જતા હોય. ત્યારે કચ્છ રાધનપુર હાઈ-વે પર મહેશ્વરી પરિવારની કાર બંધ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી, જે અકસ્માતમાં કારમાં સવાર મહેશ્વરી પરિવારના બે સગાભાઈ સહીત ત્રણ વ્યક્તિના મોત થયા હતાં. જેના પગલે મોરબી મહેશ્વરી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો મોડી સાંજે મહેશ્વરી પરિવારના ઘરમાંથી ત્રણ અર્થી ઉઠી હતી ત્યારે હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું.
