રાજકોટ: કડકડતી ઠંડીને કારણે ત્રણ ભિક્ષુકોના મોત, એકનું તો હોસ્પિટલ બહાર જ મોત !

વિનય પરમાર,રાજકોટ: શહેરમાં હાર્ડ ધ્રુજાવતી ઠંડીથી જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. ત્યારે આવી કડકડતી ઠંડીમાં ફૂટપાથ ઉપર રહેતા અને બિનવારસી જીવન જીવતા હોય તેવા ત્રણ ભિક્ષુક જેવા લોકોનું ઠંડીમાં ઠુઠવાઈ જતા મોત નીપજ્યું સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ઓપીડી પાસે બે વૃધ્ધ અને લીમડા ચોકમાં એક વૃધ્ધનું મોત થતા મૃતકોના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

શહેરની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ઓપીડી પાસે અજાણ્યા આશરે 60 વર્ષના વૃધ્ધ અને કેસબારી નજીક અજાણ્યા આશરે 65 વર્ષના વૃધ્ધ બેભાન પડ્યા હોઇ ઇમર્જન્સી વોર્ડમા઼ ખસેડાયા હતાં. પરંતુ અહિ બંનેને મૃત જાહેર કરવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ થતાં એએસઆઇ કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી.

બંને વૃધ્ધ ઠંડીમાં ઠુઠવાઈ જતા મોત થયું હોવાની શકયતા જણાવી હતી. તેમજ આશરે 60 વર્ષના વૃધ્ધ લીમડા ચોક ફૂટપાથ પરથી બેભાન મળી આવતાં 108નો સ્ટાફ દોડી ગયો હતો અને જોઈ તપાસી મૃત જાહેર કરતાં એ-ડિવીઝન પીએસઆઇ જે. એમ. ભટ્ટ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. આ વૃદ્ધનુ મોત પણ ઠંડીથી થયું હોવાનું જાણવા મળ્યું છે ત્રણેય મૃતકોના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap