પાર્થ મજેઠીયા,ભાવનગર: શહેરમાં રવિવારે રાત્રે બે કલાકમાં એક દીકરીની છેડતી કરનાર શખ્સને ઠપકો દેવા ગયેલ પિતાની હત્યા અને બીજા બનાવમાં બાકી રકમની ઉઘરાણી કરતાં થયેલ બોલાચાલીની દાઝ રાખી હત્યા કરવામાં આવી તે બંને હત્યાના ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લેવામાં આવ્યા છે.
કુંભારવાડા અક્ષરપાર્ક ઈટોના ભઠ્ઠા પાસે રહેતા રણછોડભાઈ સુરસંગભાઈ ઘરાજીયાની દીકરીને ઘરની સામે પાનની કેબીન ચલાવતો ઘવલ નનુભાઈ ઘરાજીયા છેલ્લા થોડા દિવસોથી હેરાન કરતો હોય અને ઘરે આવી દીકરીનું બાવડુ પકડી હેરાન કરતા આ બાબતે રણછોડભાઈ ઘવલને ઠપકો આપવા ગયેલ આ દરમિયાન ઘવલ ઉશ્કેરાઈ ગયેલ અને રણછોડભાઈ પર ઘારદાર છરીનો ઘા ઝીંકી દેતા ઘટના સ્થળે મોત નીપજાવી નાસી ગયેલ જયારે બીજા બનાવમાં હાદાનગરમાં રહેતા અને રેલ્વેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા જયદીપ મકવાણા નામના યુવાન પર ઘાતક હથિયારના ઘા ઝીંકી દેવામાં આવતા ગંભીર ઈજાઓ પહોંચતા રસ્તાઓ પર તરફડી રહ્યો હતો.

આ દરમિયાન એ.એસ.પી સફિન હસન ત્યાંથી પસાર થઈ રહ્યા હોય તેણે સારવાર અર્થે તાત્કાલિક તેના વાહનમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ અને ત્યાંથી સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરેલ જયદીપભાઈ મકવાણાના રૂપિયા શક્તિભાઈ રાઠોડ પાસે બાકી હોય તેની ઉઘરાણી કરતાં બંને વચ્ચે બોલાચાલી થયેલ તેની દાઝ રાખી ને ગત રાત્રીના સમયે શક્તિ રાઠોડ અને લાલો ટુ વ્હીલર વાહન પર પાન કેબીન પર આવી શક્તિ રાઠોડે જયદીપની છાતી અને પગ સહિતના ભાગમાં છરીના જીવણેલ ઘા ઝીંકી મોત નીપજાવી બંને નાસી ગયા હોય શક્તિ રાઠોડ અને લાલા સામે બોરતળાવ બેંક કોલોની રોડ પર રહેતા સંજયભાઈ બાબુભાઇ મકવાણાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ઘરી હતી.
એ.એસ.પી સફિન હસને જણાવ્યું હતું કે રણછોડભાઈ ઘરાજીયાની હત્યાના આરોપી ઘવલ નનુભાઈ ઘરાજીયા અને જયદીપભાઈ મકવાણાની હત્યાના આરોપી શક્તિ રાઠોડ અને લાલો આ ત્રણેય આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
