બિમલ માંકડ: વડોદરા શહેરમાં કનક રિસોર્સ મેનેજમેન્ટ અને ગોપાલ કંપની દ્વારા વર્ષોથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરીને પોતાની રોજગારી મેળવી રહ્યાં છે, હાલમાં કનક અને ગોપીનાથ બન્ને કંપનીઓના કોન્ટ્રાકટ પુરા થઈ જતા મહારાષ્ટ્રની વેસ્ટર્ન અને ઓમ સ્વછતા કંપનીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટ મેળવનાર વેસ્ટર્ન અને ઓમ સ્વછતા કંપની મહારાષ્ટ્રથી 450 જેટલા મજૂરો લઈને લેબર તરીકે ગોઠવવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. પણ કોરોના જેવી મહામારી વચ્ચે વર્ષોથી નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી બજાવનારા 350 જેટલા વર્કરોની કામગીરીને બિરદાવવાની જગ્યાએ લોકોની આજીવિકા પર ખતરો તોળાઈ રહ્યો છે..
અન્ય રાજ્યમાંથી આવતા નવા મજૂરો શું વડોદરા શહેરના વોર્ડ અને ગલીઓથી પરિચિત છે ? તો બીજો પ્રશ્ન એ પણ છે કે મહારાષ્ટ્રથી આવેલા આ મજૂરોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે ? ખરેખર વર્ષોથી વડોદરા શહેર ખાતે રહેનારા અને ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા વર્કરોને અન્યાય ન થાય તે જોવાનું રહ્યું છે.
આ કામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે ત્યારે ગુજરાતના અને વડોદરા શહેરના આ મજૂરોને નવા કોન્ટ્રકટ મળેલો હોવાથી ઓમ સ્વચ્છતા અને વેસ્ટર્ન કંપની દ્વારા ખુલ્લો અન્યાય કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના જાણકારો અને વર્ષોથી કચરાને પોતાની આજીવિકા બનાવનારા મજૂરોને એકાએક તરછોડવામાં આવે તે હળાહળ અન્યાય કહેવાય.
તે કેટલે અંશે યોગ્ય ગણાવી શકાય ત્યારે કોરોના જેવી મહામારીમાં પોતાના સ્વાસ્થ્યની પરવાહ કર્યાવિના પોતાના પરિવારોનું ગુજરાન ચલાવવા અથાગ મહેનત કરી અને આવા કપરા સમયમાં અન્ય રાજ્યના વર્કરોને રોજગારી આપવામાં આવે.
વડોદરા શહેરના જાણકારો અને વર્ષોથી કચરાને પોતાની આજીવિકા બનાવનારા મજૂરોને એકાએક તરછોડવામાં આવે તે હળાહળ અન્યાય કહેવાય ત્યારે કોર્પોરેશનના કમીશ્નરને રાજીવ વસંતરાવ આયરે ની અધ્યક્ષતામાં મજૂરો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
નિષ્ઠાવાન અને સાફ છબી ધરાવતા કોર્પોરેશન કમિશ્નરને સુચના આપવામાં આવી છે કે આ 350 જેટલા વર્ષો જુના લેબરોને અન્યાય ન થાય અને લોકોના પરિવારો પર આજીવિકાનો ખતરો ઉભો ન થાય તે બાબતે યોગ્ય નિર્ણય કરવામાં આવે અને નવી કંપનીના વહીવટ કરતા લોકોને સૂચના આપવામાં આવે.
કોન્ટ્રાકટ મેળવનાર કંપની શા માટે વર્કરોને આવો અન્યાય કરી રહી છે તેવું લેબરો અને તેના પરિવારજનો ઇચ્છી રહ્યાં છે ત્યારે જિલ્લા સમહર્તાનું પણ આ અન્યાય બાબતે ધ્યાન દોરવું જોઇએ. કારણ કે આ અન્યાથી ગરીબ અને નિષ્ઠાવાન લેબરો રસ્તાપર આવી જશે અને તેના પરિવાજનોનો પેટનો ખાડો પુરવો મુશ્કેલ બનશ. આ બાબતનું પણ ધ્યાન જવાબદાર અધિકારીઓએ રાખવું જોઈએ.
