દિલ્હીની અનેક બોર્ડર પર ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ શરૂ કરી,જાણો શું છે તૈયારીઓ

કૃષિ કાયદાના વિરોધમાં રાજધાની દિલ્હીની અનેક બોર્ડર પર છેલ્લા 43 દિવસથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ગુરૂવારે ખેડૂતો ટ્રેક્ટર કૂચ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે 26 માર્ચે યોજાનારી ટ્રેક્ટર પરેડની આ રિહર્સલ છે.

અગાઉ બુધવારે આ કૂચ નીકળવાની હતી. સંયુક્ત કિસાન મોરચાના તત્વાધાનમાં ખેડુતો ગાજીપુર બોર્ડરથી પલવાલ સુધી ટ્રેક્ટર કૂચ કરી રહ્યા છે.

ભારતીય ખેડૂત સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, આ ખેડૂત ભાઈઓનો સરકાર સામે ગુસ્સો છે, સરકારે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ. ટ્રેક્ટર કૂચ નિકાળવામાં આવી રહી છે. સરકારે વિચારવું પડશે કે આ બાબત કેટલી ઝડપથી પૂર્ણ કરી શકે. અમે માત્ર કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છીએ.

આ કૂચને ધ્યાનમાં રાખીને પોલીસ વહીવટી તંત્ર દ્વારા એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. જેથી સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. પોલીસ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, ટ્રેક્ટર કૂચ પૂર્વ પેરિફેરલ રોડથી દુહાઈ, ડાસના, બીલ અકબરપુર, સિરસાથી પલવાલ જશે અને ત્યાંથી પરત આવશે.

દરમિયાન, બીલ અકબરપુર અને સિરસા કટથી પલવાલ તરફ જતા વાહનો બપોરે 12 થી બપોરે 3 વાગ્યા સુધી પેરિફેરલ રસ્તે જઇ શકશે નહીં, તેઓને ડાયવર્ટ કરવામાં આવશે. તેવી જ રીતે સિરસા કટ અને બીલ અકબરપુરથી સોનીપત તરફ જતા વાહનો પેરિફેરલ રોડ ઉપર બપોરે બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી જઇ શકશે નહીં, તેઓને ડાયવર્ટ કરવામાં આવશે.

જણાવી કે, કેન્દ્ર સરાકાર દ્વારા લાગુ કૃષક વેપાર અને વાણિજ્ય ઉત્પાદન (પ્રમોશન અને સુવિધા) અધિનિયમ 2020, કૃષક (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ કરાર અધિનિયમ 2020 અને કેન્દ્ર સરકાર દ્વારા લાગુ ન્યુનત્તમ ચીજવસ્તુ (સંશોધન) અધિનિયમ 2020 અને ન્યુનત્તમ ટેકાના ભાવ. પાકની ખરીદી માટે કાનૂની બાંયધરીની માંગ સાથે 26 નવેમ્બર 2020થી ખેડૂતો દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે.

આ મામલે સમાધાન લાવવા ખેડૂત સરકાર સાથે સાતમા રાઉન્ડની વાતચીત બાદ આગામી રાઉન્ડની વાતચીત 8 જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap