તમામ પ્રકારની તકેદારી રાખવા છતાં, કોરોના દેશમાં કહેર ફેલાવી રહ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના નવા 37,975 નવા કેસ બાદ કુલ કેસની સંખ્યા વધીને 91,77,841 થઈ ગઈ છે. 480 નવી મોત બાદ, કુલ મૃત્યુઆંક 1,13,218 છે. કુલ સક્રિય કેસ 4,38,667 છે.
પાછલા 24 કલાકમાં,42,314 નવા રિકવરીની સાથે 86,04,955 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અગાઉ, સોમવારે, 24 કલાકમાં 44,059 કેસ નોંધાયા હતા.
દિલ્હીમાં કોરોનાથી સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં છેલ્લા એક અઠવાડિયામાં (નવેમ્બર 15 થી 21 નવેમ્બર સુધી), કુલ 1.83 ટકા કોરોના પીડિતોએ પોતના જીવ ગુમાવ્યો છે. આ અઠવાડિયામાં દિલ્હીમાં કોરોના સંક્રમણના કુલ 40,947 કેસ નોંધાયા છે અને આમાંથી 751 લોકોનાં મોત નિપજ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં 1.83 ટકાની તુલનામાં દિલ્હીમાં કોરોનાનો આરંભ થયો ત્યારથી મૃત્યુ દર 1.59 ટકા છે.
દિલ્હીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક સાડા આઠ હજારને પાર પહોંચી ગયો છે અને તેમાંથી 1 નવેમ્બરથી 23 નવેમ્બરની વચ્ચે જારી કરવામાં આવેલા આંકડામાં લગભગ બે હજાર મોત નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં સોમવારે 24 કલાકમાં 4153 નવા કેસ સામે આવ્યા હતા. 3729 લોકો સ્વસ્થ થયા અને 30 લોકો મૃત્યુ પામ્યા. 394 સક્રિય કેસ વધી ગયા છે. અત્યાર સુધીમાં 17 લાખ 84 હજાર 361 લોકોને સંક્રમિત થયા છે. તેમાંથી 16 લાખ 54 હજાર 793 લોકોની રિકવર થયા છે, જ્યારે જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 46 હજાર 653 પર પહોંચી ગઈ છે.
ગુજરાતની વાત કરીએ તો કોરોના હાહાકાર મચાવી રહ્યા છે તેવામાં 23મી નવેમ્બર સાંજે 1487 નવા કેસ નોંધાયા છે જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે અને સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.
અમદાવાદમાં 319 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 217 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,98899 પર પહોંચ્યો છે.
