દેશમાં ચાલી કોરોનાના કપરા સમયમાં લોકો પોતોનો સમય ઘરમાં જ પરસાર કરી રહ્યાં છે અને મહત્તમ લોકો પોતાના મનોરંજન માટે પોતોના સમય ગેમ રમીને પસાર કરી રહ્યાં છે. ત્યારે હવે ગેમિંગના શૌખીન લોકો માટે ટેક કંપનીઓ પણ યૂઝર માટે નવી-નવી ટેકનીકો અપનાવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને હવે અમેરિકાની કંપની Soundcoreએ ભારતીય બજારમાં પોતાના બે ગેમિંગ હેડફોન Soundcore Strike 1 અને Soundcore Strike 3ને લોન્ચ કર્યા છે. આ બન્ને હેડફોન વાયરવાળા છે. આ બન્ને હેડફોનને ખાસકરીને ગેમર્સ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. સાથે કંપનીએ દાવો કર્યો છે કે, આ બન્ને હેડફોનને લાઈક વધુ થાય છે.
Soundcore Strike 3 હેડફોનમાં વર્ચુઅલ 7.1 સરાઉન્ડ સાઉન્ડ એક્સપેરિયન્સ છે.સાથે તમે સાઉન્ડને સાઉન્ડકોર એપ દ્વારા પર્સનલાઇઝ પણ કરી શકો છો. આ બન્ને હેડફોનમાં માઈક નિકાળી સકાય છે. બન્ને હેડફોનને વાયર અને સ્વેટ પ્રૂફ માટે IPX5ની રેટિંગ મળ્યા છે.
Soundcore Strike 1ની કિંમત
Soundcore Strike 1ની કિંમતની વાત કરીએ તો આ હેડફોનના ભારતીય બજારમાં 2,999 રૂપિયા રાખવામાં આવ્યા છે.તેની સાતે જ ફ્લિફકાર્ટના માધ્યમથી ખરીદવા પર 18 મહીનાની વોરેન્ટી પણ આપવામાં આવી રહી છે.
Soundcore Strike 3ની કિંમત
આ બેડફોનને ફ્લિપકાર્ટના માધ્યમથી 18 મહિનાની વોરેન્ટીની સાથે સેલ કરવામાં આવી રહ્યું છે. જેની કિંમત 3999 રૂપિયા રાખવામાં આવી છે. જે તમે FlipCart Big Saving Daysના સમય આ હેડફોનની ખરીદી કરો તો તમને ડિસ્કાઉન્ટનો ફાયદો પણ મળી શકે છે.
Soundcore Strike 1 અને Soundcore Strike 3ના ફીચર્સ
આ બન્ને ગેમિંગ હેડફોનને યૂઝર્સની બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યા છે. ગેમિંગ દરમિયાન તમે ગનફાઈયર અને ફુટસ્ટેપને સરળતાથી સાંભળી સકાય છે. સાઉન્ડકોર અપની સાથે ઘણા મોડ પણ મળે છે. હેડફોનના ઈયરકમ એકદમ સોફ્ટ મટિરીયલ અને કુલિંગ જેલની સાથે તૈયાર કરવામાં આવ્યા છે. બન્ને હેડફોનમાં 52એમેએમના ડ્રાઈવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
