આ રાશિને રાખવું પડશે સ્વાસ્થ્ય તરફ ધ્યાન, જાણો સોમવારનું રાશિ ભવિષ્ય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: ધંધાના ક્ષેત્રમાં વિવિધ અવરોધોને કારણે મન પરેશાન રહેશે, પ્રવાસ મનોરંજક રહેશે, વાહન સુખ મળે.
વૃષભ: વ્યવસાયમાં કર્મચારીઓ પર વધારે વિશ્વાસ ન કરો, આર્થિક સ્થિતિ નબળી રહેશે, બાળકોના શિક્ષણને લગતી સમસ્યા આવી શકે છે.
મિથુન: તમે સમસ્યાઓનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ હશો, શિક્ષણ અને જ્ઞાનમાં વધારો થશે,અધૂરા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે.

કર્ક: નવા સંબંધો ફાયદાકારક સાબિત થશે, ધંધાકીય ક્ષેત્રે સફળતાની વિશેષ તક છે,ઉતાવળમાં ધંધાકીય નિર્ણય લેશો નહીં.
સિંહ: જીવનસાથીથી તફાવત, વ્યવહારિકતા સમસ્યા હલ કરશે,વાહન કાળજીપૂર્વક ચલાવો.
કન્યા: મનોબળ તમારી બધી સમસ્યાઓ હલ કરશે, મહાનુભાવો સાથે સમાધાન વધશે, બિઝનેસમાં નવી ઓફર મળશે.

તુલા: સંતાન તરફથી સારા સમાચાર આવશે, સ્વાસ્થ્ય સારું રહેશે, રોજગાર ક્ષેત્રે પ્રગતિ થશે.
વૃશ્ચિક: ધર્મના કામોમાં રસ તમારા મનોબળને વેગ આપશે,આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. ખર્ચ ઓછો કરવો જોઇએ
ધનુ: મિત્રો સાથે થોડો સમય પસાર કરશો, કોઈ પણ ઓફીસ ના કામ માટે તમારે નાની સફર લેવી પડશે, તમારી યાત્રા આનંદદાયક રહેશે.

મકર: સમાજમાં તમારી ક્રિયાઓની ટીકા થશે, રાજ્યનો ટેકો મળશે અને આ ક્ષેત્રના લોકો સાથે સંબંધો વધશે. વાણી ઉપર સંયમ રાખો.
કુંભ: સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપો, ધંધામાં નવા કરાર થશે,અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરો.
મીન: ધંધો સારો રહેશે, કામના નિર્ણયને ખૂબ જ શાંતિથી લેવો ધાર્મિકતા વધે.

•આજનું પંચાંગ•
તારીખ:૦૯-૧૧-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૬
વાર–સોમવાર,
તિથી–આસો વદ નોમ
નક્ષત્ર–આશ્લેષા
યોગ–બ્રહ્મ
કરણ–તૈતીલ
આજની રાશિ–કર્ક(ડ,હ)

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap