અહમને ઠેસ પહોંચી શકે છે આ રાશિને અને ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખવું

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: પોતાના ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો, માનસિક રીતે અસ્વસ્થતાનો અનુભવ કરશો,પરિશ્રમ કરતા ઓછી સફળતા મળશે.
વૃષભ: કાર્ય કરવામાં આત્મવિશ્વાસ જળવાઇ રહેશે,કાર્યનું ફળ અપેક્ષાનુસાર મળશે, નવી શરૂઆત કરી શકાય.
મિથુન: નવી યોજનાઓ પ્રારંભ અનુકુળતા,સરકાર તરફથી લાભ થવાની સંભાવના છે, ગુઢ વિદ્યામાં રૂચી વધે

કર્ક: હકારાત્મક માનસિકતાની સાથે વ્યવહાર કરવો, શારિરિક સ્વસ્થતા રહેશે, મનમાં અસંતોષની ભાવના રહેશે.
સિંહ: આત્મવિશ્વાસ ની માત્રા વધુ રહેશે,કાર્ય કરવામાં નિર્ણય ત્વરિત લેવો સારો, સેવાકર્મી માટે અનુકુળતા.
કન્યા: અહમને ઠેસ પહોચી શકે છે અને ઝઘડો ન થાય તેવું ધ્યાન રાખવું, માનસિક રીતે ચિંતા રહેશે.

તુલા: આજનો દિવસ શુભ ફળદાયી રહેશે, થયેલા લાભથી પ્રસન્નતા થશે આવકમાં વૃધ્ધિ થઇ શકે છે.
વૃશ્ચિક: યાત્રા-પ્રવાસ બને તો ટાળવો,શરીરમાં થાક અનુભવશો, સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે.
ધન: આજનો દિવસ તમારા માટે ફળદાયી છે,વ્યવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકુળ રહેશે,ઉચ્ચાધિકારી તમારી પર પ્રસન્ન રહેશે.

મકર: કાર્યક્ષેત્રે મહેનત ફળદાયી રહેશે, મનોબળમાં વૃદ્ધિનો અનુભવ કરશો,નવું શીખવા માટે ઉત્તમ દિવસ.
કુંભ: આજનો દિવસ તણાવ ભર્યો રહી શકે, આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાય, વિદેશના કાર્યોમાં લાભ.
મીન: આકસ્મિક ધનખર્ચનો યોગ છે, ખાન-પાનમાં સંભાળીને ચાલવું સકારાત્મક જીવન શૈલી ફાયદાકારક.

•આજનું પંચાંગ•
તારીખ:૧૮-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–શુક્રવાર,
તિથી–માગશર સુદ ચોથ
નક્ષત્ર–શ્રવણ
યોગ–વ્યાઘાત
કરણ–વિષ્ટિ ભદ્રા
આજ ની રાશિ–મકર (ખ,જ)
દિન વિશેષ–વિનાયક ચતુર્થી

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap