આગમના એંધાણ : ગ્રહ ગોચર માં મકર રાશિ માં ગુરૂ અતિચારી ભ્રમણ કરે છે સાથો-સાથ શનિ મંદ ગતિ એ આગળ વધે છે આવા સમય માં ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભા.જ.પ ની પક્ષની મોટી જંગી જીત થઇ છે જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયેલ!! ચૂંટણી અગાઉ નું ભાજપ નું સ્લોગન “ગુજરાત છે મક્કમ ભાજપ છે અડીખમ” આ ઉકતી ખરેખર ફળી ગઈ કારણકે જનમત વગર ચૂંટણી જીતી ન શકાય.ગામે ગામ ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે અને કોંગ્રેસને રામ-રામ કરેલ ?? અગાઉ લખ્યા મુજબ ભારતીય જનતા પક્ષ ને પેજ કમીટી દ્વારા પેજ પ્રમુખ નો અભિયાન ફળશે જે ખરેખર સાચું પડેલ.ગુજરાત રાજ્ય માં ભા.જ.પ માટે ગઢ ગણાય જે ખરેખર શનિ મહારાજે કોંગ્રેસ પક્ષના સુપડા સાફ કરી દીધેલ.અગામી 2022 ના વર્ષમાં વિધાનસભા આવનારી છે તે કોંગ્રેસ પક્ષ માટે કપરા ચઢાણ સાથે સફળતા સારી અપાવશે તેઓ ગ્રહોનું અંગુલિનિર્દેશ સૂચવે છે અલબત પ્રજા નો સુખાકારી શનિ ગ્રહ ભલભલા ને કસોટી કરાવી લેશે.તા.૬ એપ્રિલ ની ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી કોંગ્રેસ પક્ષને નવા નેતા ઉંમરલાયક મળી રહેશે. કોંગ્રેસ પક્ષમાં આમુલ પરિવર્તન આવવાના એંધાણ સૂચવે છે.
હજુ રાહુ મહારાજ દોઢ વર્ષ વૃષભમાં રહેશે ત્યાં સુધી મોટા લોકોના સ્કેન્ડલ અને ઝાકઝમાળ ભરી દુનિયાની કાળી બાજુ વધુને વધુ લોકો સમક્ષ આવતી જોવા મળશે.સીને જગત ને શૉ બિઝનેસના અંડરવર્લ્ડ સાથેના સંબંધો ફરી ઉજાગર થતા જોવા મળશે અગાઉ લખ્યા મુજબ સીને જગતના પ્રથમ હરોળના લોકોના નામ ખુલતા જોવા મળશે વળી સીને જગતની વાત કરીએ છીએ ત્યારે એ પણ જોઈ લઈએ કે આગામી સમયમાં દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓની કેરીઅર પર સવાલ લાગી જશે.
મનોરંજનની વ્યાખ્યામાં અમુલ પરિવર્તન આવતું જોવા મળશે રહીશો લોકો અનેક વિકલ્પો તરફ આગળ વધતા જોવા મળશે.
જાણીતા જયોતિષી આશિષ રાવલ
