અગાઉ લખ્યા મુજબ વધુને વધુ આંદોલન વેગ પકડતું જાય છે. મકર રાશિમાં ચાલતા શનિ અને ગુરુની યુતી નૈસર્ગિક ભાવથી દસમાં ભાવ માં આવે છે. જે ભાવ કર્મક્ષેત્રનો ગણાય છે. જ્યારે મીન રાશિમાં મંગળ નજીકના સમયમાં મેષ રાશિમાં પરિવર્તન કરશે. જેને કારણે પાડોશી દેશ સાથે યુદ્ધ થવાની શક્યતા નકારી શકાતી નથી! અગામી તા.૧૪ સૂર્યગ્રહણ આવી રહ્યું છે,જે ભારત દેશમાં દેખાવાનું નથી થતાં તેના અશુભ ચિહ્રનો જોવા મળશે.
અગામી તા.૧૦થી ગ્રહમંડળમાં શુક્ર વૃશ્ચિક રાશિમાં સતત ૨૪ દિવસ ભ્રમણ કરશે. વૃશ્ચિક રાશિ સ્ત્રી રાશિ અને શુક્રને પણ સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. માટે આ ભ્રમણ વધારે શુભ માનવામાં આવે છે. નૈસર્ગિક કુંડળીમાં અષ્ટમ રાશિ બેકી માનવામાં આવે છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી ગ્રહ છે અને તેને દૈત્યગુરૂ કહેવામાં આવે છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો તેમજ કન્યા રાશિમાં નીચસ્થ બને છે. શુક્ર ગ્રહનું મુળભુત કારકત્વ સુખ-સમૃદ્ધિ, પ્રેમ-સ્નેહ લાગણી વૈભવી કપડાં,ગાડી,બંગલો,લગ્ન જીવન,મોટી આવક,નારી,પત્ની,યૌન જીવનનું સુખ, ફૂલ,વાહન,ચાંદી,આનંદ, કળા, વાદ્યયંત્ર અને રાજસી પ્રવૃત્તિનો કારક ગ્રહ છે.
શુક્રનું રાશિ પરિવર્તન થવાથી અનેક વાદ-વિવાદનો અંત આવશે. આ ભ્રમણ યુવાવર્ગ તેમજ સ્ત્રી વર્ગ માટે વધુ લાભપ્રદ બની રહેશે. કોરોનાના કપરા કાળમાં હજુ પણ ડેથ રેશીયો ધટશે. તેનું સંક્રમણ અટકાવવા માટે વધુને વધુ લોકો સભાન બનશે.
(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)
