આગમના એંધાણ: જાણો End of December કેવો રહેશે, મકરસંક્રાંતિ પછી પરિસ્થિતિ કેવી હશે ?

અગાઉ લખ્યા મુજબ દેશ-વિદેશમાં ઠેર ઠેર આંદોલનોનો દોર શરુ થઇ ચુક્યો છે. ગ્રહ ગૌચરમાં ગુરુ અને શનિ યુતિ મકર રાશિમાં શરુ થઇ ચુકી છે. જે અગામી તા.૨૧ ડિસેમ્બરે ગુરુ અને શનિ અંશાત્મક રીતે એકદમ નજીક આવશે જે ગુરુ અને શનિના ટકરાવ જેવી સ્થિતિ દર્શાવે છે. જેથી કરીનેએ સંઘર્ષની અસર આપણા જીવન પર પણ પડતી જોવા મળશે.

જન્મકુંડળીમાં જયારે જયારે બે ગ્રહો અંશાત્મક રીતે ખુબ નજીક આવે ત્યારે તેની યુતિની સટીક અસર થતી જોવા મળે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં મકર રાશિમાં છ ગ્રહો એક સાથે હોવાની ઘટનાઓ પણ બનશે જે માનવજીવનમાં વિશેષ અનુભવો આપતી જોવા મળશે.

આ સમય મકર રાશિના જાતકો માટે અદભુત યાદગાર બની રહેશે. ધન રાશિના જાતકોએ આવા દિવસે તબિયત તંદુરસ્તીમાં વધારે સાવધાન રહેવું. જ્યારે કુંભ રાશિના જાતકો માટે ચોરી,ચપાટી છેતરપીંડી,નુકશાનનીમાં ભોગ બનાય. મેષ,કર્ક,સિંહ,વૃશ્ચિક,થી રાશિના જાતકો માટે શુભ દિવસ બની રહેશે. જ્યારે અન્ય રાશિના જાતકો માટે મધ્યમ બની રહેશે. End of December માનસિક હતાશા નિરાશામાં પસાર કરવું પડશે. જોકે મકરસંક્રાંતિ પછી પરિસ્થિતિમાં હકારાત્મક ફેરફાર આવતો જોવા મળશે.

(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap