RBIની મોનેટરી પોલિસી કમિટીએ આ વખથે રેપો રેટ કાપમાં કોઈ બદવાલ કર્યો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતા વાળી મોનેટરી પોલિસી કમિટી(એમપીસી)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર યથાવત છે.
આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ તેની પોઝિશન પર યથાવત છે.
જણાવી દઈએ કે, પાછલી મોનેટરી પોલિસી કમિટી દરમિયાન, આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો ન હતો. રેપો રેટ 4 ટકા જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર રહ્યો હતો.
આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 2 ડિસેમ્બરથી શરૂ થઈ હતી અને સમિતિએ આજે પોતાનો નિર્ણય આપ્યો છે.
RBIએ ફેબ્રુઆરીથી રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કરી દીધો છે. અગાઉ RBIએ ગયા વર્ષે રેપો રેટમાં 1.35 ટકાનો ઘટાડો કર્યો હતો.
આ વર્ષની વાત કરીએ તો રિઝર્વ બેંકે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને બે વાર વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે.
રેપો રેટ શું હોય છે?
રેપો રેટને સરળ ભાષામાં સમજવા માટે, અમે કહી શકીએ કે બેન્કો આપણે લોન આપે છે અને આપણે તે લોન પર વ્યાજ ચૂકવવું પડે છે. તેવી જ રીતે, બેંકોને પણ આ લોન પોતાનું કામ કરવા માટે મોટી રકમની જરૂર પડે છે અને આ માટે તેઓ ભારતીય રિઝર્વ બેંક પાસેથી ઉધાર લે છે. બેંકો દ્વારા લેવામાં આવેલી આ લોન પર આરબીઆઈ જે દરે વ્યાજ લે છે તેને રેપો રેટ કહે છે.
