શાઓમીએ એક વાતની પુષ્ટિ આપી છે કે તે 17 ડિસેમ્બરે ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન રેડમી 9 પાવર લોન્ચ કરી રહ્યા છે. કંપનીએ ટ્વિટર પરની એક પોસ્ટ દ્વારા તેનો ખુલાસો કર્યો છે. રેડમી 9 પાવર રેડમી નોટ 9 4Gનું રિબ્રાંડેડ વર્ઝન માનવામાં આવે છે, જેને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એમેઝોન દ્વારા વેચવામાં આવશે જ્યાં વેબસાઇટ પર માઇક્રોસાઇટ બનાવવામાં આવી ચુકી છે. પેજ પર 48 મેગાપિક્સલ અને ઝડપી ચાર્જિંગ જાહેર કરવામાં આવ્યા છે.
રેડમી નોટ 9 પાવરનું સંપૂર્ણ ધ્યાન બેટરી પર છે. ફોનમાં 6000mAhની બેટરી હશે જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોનમાં યુએસબી ટાઇપ સી પોર્ટ પણ આપવામાં આવશે. રેડમીના ફોનમાં આ અત્યાર સુધીની સૌથી મોટી બેટરી હશે. ફોનમાં 6.53 ઇંચની ફુલ એચડી + એલસીડી ડિસ્પ્લે છે જે વોટરડ્રોપ નોચ સાથે આવે છે, ફોનમાં ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર છે જે 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. માઇક્રો એસડી કાર્ડની મદદથી ફોનનો સ્ટોરેજ વધારી શકાય છે.
કેમેરા વિશે વાત કરવામાં આવે તો ફોનમાં 48 મેગાપિક્સલનો સેન્સર આપવામાં આવશે. જો તમે બીજા કેમેરાની વાત કરો, તો ફોનમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો અને ડેપ્થ સેન્સર હશે. ફોનમાં હેડફોન જેક, ડ્યુઅલ 4 જી વોસ્ટી, વાઇફાઇ, બ્લૂટૂથ 5.0 અને જીપીએસ સપોર્ટ હશે.
શાઓમી આ ફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરી શકે છે, જેમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપી શકાય છે. બંને વેરિયન્ટની કિંમત 12,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે.
