ન્યાય માટે આ વૃદ્ધ ખેડૂતે સાયકલ પર દિલ્હી તરફ કરી કૂચ

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: જિલ્લાના વેરાવળના સુત્રાપાળા તાલુકાના વાવડી ગામના 65 વર્ષના ખેડૂત અરસીભાઈ રામએ ન્યાય મેળવવા સાયકલ યાત્રા શરૂ કરી હતી. છેલ્લાં 18 વર્ષથી જમીનનો હક્ક મેળવવા તંત્રની કચેરીના ધક્કા ખાઈ રહ્યા હતા. આખરે ન્યાય મેળવવા સાયકલ પર ન્યાય યાત્રા શરૂ કરી હતી. અરસીભાઈએ પોતાની જમીનના વિવાદને લઈને પ્રથમ ગાંધીનગર સુધી સાયકલ યાત્રા કાઢી મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરેલ. પરંતુ ન્યાય ન મળતા હવે છેક દિલ્હી સુધી ની યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

ખેડૂત અરસીભાઈ એ ભાલકા તીર્થ ખાતેથી દિલ્હી સુધીની ન્યાય માટે સાયકલ યાત્રા કરી નરેન્દ્ર મોદીને મળી ન્યાયની માંગણી કરશે.

જો કે અરશીભાઇ હમીરભાઇ રામ જે સાયકલ લઇને દિલ્હી જવા માટે તા. 24/11 ને મંગળવારે વાવડી ગામેથી નીકળેલ જેને ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા સમાધાનની વલણ અપનાવેલ જેથી અરશીભાઇની સાયકલ યાત્રા રદ કરેલ છે. આ ખેડુતપુત્રની યાત્રાને સહકાર આપવા બદલ તમામ મીડીયાગૃપ,પોલીસ પ્રશાસન,ખેડુત આગેવાનો અને સરકારી કર્મચારીઓનો ખુબખુબ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap