મૂડી હોય તો શું નથી થઈ શકતું તેનું જીવતનું જાગતું ઉદ્દાહરણ આ વ્યક્તિ છે. એક રશિયન અબજોપતિએ દુનિયાને દેખાડ્યું છે કે પૈસા હોય તો તમે એક બર્ગર ખાવા માટે પણ હેલિકોપ્ટરમાં શકો છો. આશ્ચર્ય ચક્તિ કરનારી વાત તો એ છે કે તેમણે ફક્તને ફક્ત બર્ગર માટે 2 લાખ રૂપિયા ખર્યો કર્યો. મેટ્રોની રિપોરના મુજબ, 33 વર્ષના વિક્ટર માર્ટીનોવ પોતાની પ્રેમિકા સાથે ક્રીમિયાના અલુસ્થામાં રજા માણી રહ્યો હતો. તેને અહીયાના સ્થાનીક ફૂડ બહુ ખાસ ના લાગ્યાં તો તેમણે મેકડોનાલ્ડનું બર્ગર ખાવાનું મન બનાવી લીધું. મૈક્ડીનો સૌથી નજીક આઉટલેટ આશરે 362 કિલોમીટર દૂર હતો. બર્ગર ખાવા માટે તેણે બે લાખ રૂપિયામાં એક હોલિકોપ્ટર બુક કર્યું અને બર્ગર ખાવા નીકળી ગયો.
આવવા-જવામાં ખર્ચ કર્યા બે લાખ રૂપિયા
જણાવવામાં આવે છે કે આ અબજોપતિએ જે બર્ગર ખાધું હતું તેમની કિંમત 49 પાઉન્ડસ (આશરે 4900 રૂપિયા) હતી. પરંતુ તેના માટે તેને લગભગ 2,000 પાઉન્ડ (2 લાખ રૂપિયા) આવવા-જવામાં ખર્ચ કર્યો તમને જણાવી દઈએ કે ક્રીમિયામાં મેકડોનાલ્ડનો આઉટલે નથી, કારણ કે વર્ષ 2014 બાદ અહી ફાસ્ટ ફૂડ ચેનના સંચાલનએ બંધ કરાવી દીધું હતું.
કંટાળી ગયાં હતાં આર્ગેનિક ફૂડથી
વિક્ટર માર્ટીનોવ, મોસ્કોના હોલિકોપ્ટર વેચનાર કંપનીના સીઈઓ છે. તેમણે પોતે આ વિશે એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો અને જણાવ્યું, હું અને મારી ગર્લફ્રેન્ડ ત્યાંના પ્રોપર ઓર્ગેનિક ફૂડથી કંટાળી ગયાં હતાં. અમે નાર્મલ મેક્સિકન ફૂડ ખાવા માંગતા હતાં, આ માટે અમે બંનેએ ચોપર લીધું અને ક્રાસ્નોડાર માટે ઉડાન ભરી સફર કરી લીધી.
