અમદાવાદઃ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા ૨૪મીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ અને ચોથી ટેસ્ટ ઉપરાંત પાંચ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચની યજમાની કરવા માટે સજ્જ થઈ ચૂક્યું છે. મોટેરામાં પ્રથમ વખત ડ્રોન સહિત સંભવિત ૩૦ જેટલા હાઇટેક કેમેરાથી મેચોનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. પ્રત્યેક કેમેરાની અલગ અલગ કામગીરી હોય છે. સૌથી પહેલો કેમેરો બ્રોડકાસ્ટિંગ સ્ટુડિયોની બહાર હોય છે. ૧૨ જેટલા કેમેરા ગ્રાઉન્ડની અંદર લાઇવ કવરેજ માટે મૂકવામાં આવે છે. ચાર કેમેરા પિચની બંને બાજુ સ્ક્વેર લેગ અને પોઇન્ટ એરિયા તરફ મુકાશે જેના કારણે રનઆઉટ અને સ્ટમ્પિંગના નિર્ણયમાં ટીવી અમ્પાયર્સને સરળતા પડે છે. અમ્પાયર્સ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ) લેવામાં આવે ત્યારે તેનો નિર્ણય લેવા માટે છ હોક-આઇ અને બે સ્ટ્રાઇક ઝોન કેમેરાનો ઉપયોગ કરાતો હોય છે. આ ઉપરાંત ચાર સ્ટમ્પ વિઝન કેમેરા તથા એક પ્રેઝન્ટેશન એરિયા માટેનો કેમેરા હોય છે.
ક્રિકેટના કવરેજથી પિચની સેન્ટરથી આ મુખ્ય ચાર કેમેરા (સાઇટ સ્ક્રીન બંને બાજુ બાઉન્ડ્રી લાઇનની નજીક) અંદાજિત ૭૫થી ૮૦ મીટર દૂર હોય છે.બોલર્સના રનિંગ, મિડલ સ્ટમ્પનીલાઇનમાં સાઇટ સ્ક્રીનની ઉપર ફિક્સ હોય છે જેના કારણે બોલ સ્ટમ્પમાં જાય છે કે નહીં તે જાણી શકાય છે. આ પોર્ટેબલ કેમેરા ટોસ ઉછાળતી વખતે, મેચ દરમિયાન કોઈ ખેલાડીના ઇન્ટરવ્યૂ, પિચ રિપોર્ટ માટે ઉપયોગમાં લેવાતો હોય છે.
ગ્રાઉન્ડ લેવલથી આ કેમેરા ૬થી ૮ મીટર ઉપર લગાવવામાં આવે છે અને તે કમ્પ્યૂટરાઇઝ હોય છે. આ કેમેરા મેચના વિશેષ અધિકારીના અધિકાર હેઠળ હોય છે.કમ્પ્યૂટરથી આ કેમેરામાં પ્રતિ સેકન્ડ ૬૦ ફ્રેમ તૈયાર કરવામાં આવે છે જેના કારણે બોલની દિશા તથા ઇમ્પેક્ટ જાણી શકાય છે. બોલ ટ્રેકિંગ માટે પણ ઉપયોગી બને છે. હાઇ સ્પીડ કેમેરા હોવાના કારણે ટેલિકાસ્ટનો મુખ્ય ભાગ રહે છે.
મુખ્ય સ્ટેડિયમમાં પ્રવેશતાની સાથે વેઇટિંગ લોન્જમાં મોટેરામાં અત્યાર સુધી રમાયેલી તમામ મેચોની મેમોરેબલ મોમેન્ટ્સ લગભગ ૧૫૦ તસવીરોમાં કંડારાયેલી છે. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં મોટેરા ખાતે રમી ચૂકેલી તમામ ટીમોના ઓટોગ્રાફવાળા બેટનું કલેક્શન પણ છે.વિશ્વના વિશાળ સ્ટેડિયમ મોટેરાના મહત્ત્વના પાસા ૧.૧૦ લાખ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને પ્રેક્ષકોની ક્ષમતાની બાબતે પાછળ રાખી દેનાર મોટેરા સ્ટેડિયમમાં એક લાખ ૧૦ હજાર ક્રિકેટ સમર્થકોને બેસવાની કેપેસિટી છે. ૬૩ લગભગ ૮૦૦ કરોડ પ્લસની રકમ સાથે તૈયાર થયેલું મોટેરા સ્ટેડિયમના કુલ એરિયા ૬૩ એકરનો છે. આ પરિસરમાં ૭૬ કોર્પોરેટ બોક્સ, ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ, ઇન્ડોર એકેડેમી, ચાર ડ્રેસિંગરૂમ, ફૂડ કોર્ટ સહિત જીસીએ ક્લબ હાઉસ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
