અગામી તા.૯ શનિવારે માગશર વદ ૧૧ જેને સફલા એકાદશી (તલ)તરીકે શ્રદ્ધાળુ ભક્તો વ્રત,ઉપવાસ કરી મનાવશે. આશિષ રાવલના જણાવ્યા અનુસાર આ એકાદશીનું સૌથી મહત્વનું ફળ દરેક કામકાજમાં સર્વપ્રકારે શીઘ્ર સફળતા પ્રાપ્ત કરવા માટે તેમ જ નાના-મોટા અટકેલા કાર્યો સારી રીતે સંપન્ન થાય તે હેતુ માટે કરવામાં આવે છે.
આપણા શાસ્ત્રો અનુસાર આ એકાદશી અંગે યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે મોટા-મોટા યજ્ઞોથી મને સંતોષ નથી તે સંતોષ આ એકાદશી વ્રત ધારણ કરનારને મળશે. આવા દિવસે વહેલી સવારે સ્નાનાદિથી પરવારી ભગવાન વિષ્ણુ તથા મહાલક્ષ્મી પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાનને ગંગા જળથી સ્નાન કરાવી પંચામૃત,ઋતુફળ તેમજ સુગંધિત પુષ્પો અર્પણ કરી પૂજા કરવામાં આવે છે તેમજ આવા દિવસે ઓમ નમો નારાયણાય નમઃ મંત્ર અને વિશેષ માળા કરવાથી પ્રાપ્તિ થાય છે.
તેમ જ યથાશક્તિ દાન-દક્ષિણા તેમજ બ્રહ્મભોજન કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે. એકાદશીના વ્રતમાં જમવામાં ઘઉં, ચોખા,મગ કે કઠોળ જેવાં ધાન ન ખાવા જોઈએ. વિષ્ણુપ્રિયા દિવસે સાત્વિક રૂપે વ્રત કરવામાં આવે તો શાંત મન અને ભક્તિ સાથે ઉપવાસ અને ઉપાસના કરવાથી પૂણ્ય મેળવવામાં સફળતા મળે છે.
આ રીતે, એકાદશીનું વ્રત રાખવામાં આવે તે દિવસે, તે દિવસે ભૂલથી પણ વ્યક્તિએ ગુસ્સે થવું જોઈએ નહીં. વ્રત કરનાર વ્યક્તિએ તણાવથી દૂર રહેવું જોઈએ. અસત્ય વચન ન બોલવું. આવા શુભ દિવસે નાહવાના પાણીમાં તલ નાખીને સ્નાન કરવું. અન્નપૂર્ણા માતાજીનું ૨૧ દિવસ નું વ્રત આવા દિવસે પૂર્ણ થશે.
