સારા સમાચાર: ટૂંક સમયમાં જ આ કોરોના વેક્સિનને ભારતમાં મંજૂરી મળી શકે છે !

ભારત ટૂંક સમયમાં ઇમરજન્સી ઉપયોગ માટે પ્રથમ કોવિડ -19 વેક્સિનને મંજૂરી મળી શકે છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ વેક્સિન, જેનું પરીક્ષણ અને ઉત્પાદન ભારતના પુના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેને આગામી સપ્તાહ સુધીમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે.

ન્યૂઝ એજન્સી રોઈટર્સે રિપોર્ટ અનુંસાર, SIIએ અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલા ડેટા રજૂ કર્યા છે. જો તેને મંજૂરી આપવામાં આવે તો તે ભારતની પહેલી COVID-19 વેક્સિન જ નહીં, પરંતુ ભારત પણ આ વેક્સિનને લીલીઝંડી આપનાર વિશ્વનો પ્રથમ દેશ હશે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ -19 રસીના ઉમેદવારની પણ બ્રિટનમાં પણ સમીક્ષા કરવામાં આવી રહી છે, સાથે સાથે નિષ્ણાંતની ટ્રાયલના ડેટાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

કોરોના વેક્સિનની દોડમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રઝેનેકા COVID-19 વેક્સિન સૌથી આગળ છે. તેને ભારતમાં કોવિશેલ્ડ કહેવામાં આવે છે.

ઓક્સફોર્ડ-એક્ટ્રોઝેનેકા કોવિડ19 વેક્સિન સિવાય કોવોક્સિન માટે ઈમરજેન્સી મંજૂરી ભારતમાં પ્રથમ વિકસિત વેક્સિન માટે પણ ડીસીસીઆઈમાં આવેદન આપવામાં આવ્યું છે.

AstraZeneca-ઓક્સફોર્ડ શોટને નિમ્ન-આય વાળા દેશો અને ગર્મ જલવાયુ વાળા લોકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે, સસ્તુ,પરિવહન માટે સરળતા અને સામાન્ય ફ્રિઝના તાપમાન પર લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા(CDSCO)એ પ્રથમ વાર 9 ડિસેમ્બરે ત્રણ આવેદનોની સમીક્ષા કરી હતી.જેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસેથી બધી કંપનીઓની માહિતી માંગી હતી. જે એસ્ટ્રાજેનેકા શોટ્સ બનાવી રહ્યું છે.

વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક એસઆઈઆઈએ હવે તમામ આંકડાઓ ઉપલબ્ધ કર્યા છે. અધિકારીઓ હજી ફાઇઝરથી વધુ વિગતોની રાહ જોઈ રહ્યા હતા અને ભારત બાયોટેકની વધારાની માહિતી અપેક્ષિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap