LICના IPO પહેલા થઈ શકે છે આ વાદ-વિવાદ, ગ્રહોની ચાલે આપ્યા આવા એંધાણ

તા.૧ ફેબ્રુ.ના રોજ ડીઝીટલ ડિકલેર કરેલ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે આપણા દેશની ભારતીય જીવન વીમા નિગમ (LIC)માં વધુ હિસ્સો વેચવાની સરકારે જાહેરાત કરી છે, પરંતુ હાલમાં ગોચર ગ્રહોનો અભ્યાસ કરતા વીમા કવચનો કારક સૂર્ય, શનિ બંને ગ્રહો મકર રાશિમાં અંશાત્મક યુતી કરતા હોય તેમ જ ગરીબોનો બેલી શનિ પોતે સ્વગૃહી મકર રાશિમાં ભ્રમણ કરતા હોવાથી અગામી ઓકટોબર માસમાં આવનાર LICનો IPO બહાર પડે તે પહેલાં વાદ-વિવાદ વકરી શકે છે ! કારણ કે ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના ૧ સટેમ્બર ૧૯૫૬ ના ભારત સરકાર ના વિશિષ્ટ કાયદા હેઠળ રચના થયેલ છે.

તેમાં કોઈ જ IPO બહાર પાડવાની કોઈ જ જોગવાઈ નથી માટે તેમાં અમુલ પરિવર્તન કરવું કાયદાકીય રીતે ખુબજ અઘરું છે માટે મકર રાશિમાં શનિના ભ્રમણ દરમિયાન કરવું પરીવર્તનમાં અનેકવિધ બાબતો ધ્યાનમાં લેવી અધરી બની રહેશે!

આજના સરકારી અહેવાલ મુજબ સત્તાવાર સીરો લોજીકલ સર્વેમાં ચોંકાવનારી વિગત મુજબ ભારત દેશની વસ્તીના ચોથા ભાગની વસ્તી કોરોનાથી યેન-કેન પ્રકારે ગ્રસ્ત બની ગયેલ છે, પરંતુ હવે તે બાબતે ચિંતા કરવું નથી અગામી તા.૧૨ ફેબ્રુ. પછી છુટા પડનાર ગ્રહો હજુ પણ રીકવરી રેટ વધારશે.ધણાં બધા વર્ષો પછી થતા આ ગ્રહોના મહાસંમેલનમાં અનેક કડક નિર્ણય કરવામાં આવશે અને તેનો અમલ પણ કરવામાં આવશે.

આવા સમયે ભારતના મોભી આપણા વડાપ્રધાનને આ યુતિ ત્રીજા પરાક્રમસ્થાનમાં થી પસાર થઇ રહી છે.દ્રઢ મનોબળ ધરાવતા મોદીજી આ મહિનાઓમાં પોતાની કારકિર્દીમાં સીમાચિહન ગણાય તેવા નિર્ણય લેતા જોવા મળશે.જે રીતે ગ્રહો એકઠા થયા છે તે મુજબ તેમના નિર્ણયો વિદેશનીતિને લગતા,સીમા વિવાદ ને લગતા,આર્થિક સુધારાને લગતા અને કાયદાકીય ફેરફારને લગતા જોવા મળશે.

(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap