મમતા બેનર્જીની સરકારને ત્રીજો ઝટકો, હવે આ ધારાસભ્યએ પાર્ટી છોડી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા માટે હવે થોડા જ મહિનાઓ બાકી રહ્યા છે, પરંતુ તે પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીને એક પછી એક મુશ્કેલેઓના સામનો કરવો પડી રહ્યો છે. બે નેતાઓએ પાર્ટી છોડ્યાના એક દિવસ બાદ ફરી એક ધારાસભ્યએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. TMCના ધારાસભ્ય શીલભદ્ર દત્તા બે દિવસમાં ત્રીજા ધારાસભ્ય બન્યા છે, જેણે બંગાળની સત્તારૂઢ પાર્ટીને છોડી દીધી છે.

ઉત્તર 24 પરગનામાં બેરકપુરના ધારાસભ્ય શીલભદ્ર દત્તે મમતા બેનર્જીને તૃણમૂલ છોડીને રાજીનામું મોકલી દીધું છે. તેમણે ઓફિસમાં મમતાનો ફોટો કાઢી વિવેકાનંદનો ફોટો મૂક્યો છે.

ગઈકાલે શુભેંદુ અધિકારી અને જીતેન્દ્ર તિવારીએ રાજીનામું આપ્યું હતું. આ તમામ બાબતો ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહની બંગાળ મુલાકાતની તુરંત જ સામે આવી છે, જેના બાદ એવી અટકળો થઈ રહી છે કે આ નેતાઓ ભાજપમાં જોડાઇ શકે છે.

વર્ષ 2016ની બંગાળની ચૂંટણીમાં તૃણમૂલની જીતમાં મોટી ભૂમિકા ભજવનાર શુભેંદુ અધિકારીએ ભાજપ માટે સફળતા છે. કહેવામાં આવે છે કે શુભેંદુ રાજ્યના પશ્ચિમ ભાગમાં 50 બેઠકો પર પોતાનું નિયંત્રણ છે. તેમણે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, પાર્ટીમાં ઝડપથી દખલ કર્યા બાદ પાછલા મહિને રાજ્ય મંત્રીમંડળ છોડી દીધું હતું. માનવામાં આવે છે કે જીતેન્દ્ર તિવારી સિવાય તૃણમૂલના સાંસદ સુનિલ મોંડલ પણ પાર્ટી છોડી શકે છે.

ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે બંગાળના પ્રવાસે જઈ રહ્યાં છે. અમિત શાહ બે દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં રહેવાના છે. આ દરમિયાન તેઓ અનેક બેઠકોમાં ભાગ લેશે. આથી એવી અટકળો થઈ રહી છે કે, શાહના બંગાળ પ્રવાસ દરમિયાન અન્ય કેટલાક નેતાઓ ભાજપમાં સામેલ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap