અમિત શાહના ઘરની બહાર દેખાવો કરવા પહોંચે તે પહેલા AAPના આ ધારાસભ્યની કરી અટકાયત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલના નિવાસ સ્થાને પ્રદર્શન કરવા પહોંચે તે પહેલા જ દિલ્હી પોલીસે આજે સુવારે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યની અટકાયત કરી હતી.રાઘવ ચઢા, આતિશ સહિતના ધારાસભ્ય નગર નિગમમાં કથિત ઘોટાળાઓની તપાસ સીબીઆઈ દ્વારા કરવાની માંગ કરી રહ્યા છે. આ માગને લઈને ગૃહમંત્રી અને ઉપરાજ્યપાલના નિવાસ સ્થાને ધારાસભ્ય પ્રદર્શનમાં જઈ રહ્યા હતા.

સાથે AAPનુ કહેવુ છે કે, નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.AAPના જણાવ્યા અનુંસાર, રાઘવ ચઢા, આતિષી,રાજેશ ગુપ્તા,કુલદીપ કુમાર,ઋતુરાજ અને સંજીવ ઝાને દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. AAPએ દિલ્હી પોલીસ પર એમએલએ આતિશી સાથે સારો વ્યવહાર નકરવાનો આરોપ લગાવ્યો છે.AAPનું કહેવું છે કે,દિલ્હી પોલીસે આતિષી ઘસીટા અને તેની ધરપકડ કરી છે.

રાધવ ચઢાએ રવિવાદે સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં પર જણાવ્યું હતું. “ભાજપ શાસનમાં એમસીડીએ દિલ્હીના ઈતિહાસના સૌથી ખરાબ 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. તેમાં ગૃહમંત્રી અમિત શાહને મળવાનો સમય માંગ્યો તો મારી તેમના નિવાસ સ્થળપરથી ધરપકડ કરી છે.અમિત શાહ જી તમે પોલીસના દમ પર પોતાની પાર્ટીના ભ્રષ્ટાચારને કેમ દબાવવા માંગો છે.”

આમ આદમી પાર્ટીના એક અન્ય ધારાસભ્ય કુલદીપ કુમારની પણ દેલ્હી પોલીસે રવિવારે સવારે અટકાય કરી છે. કુલદીપ કુમારે કહ્યું કે,”આ તો તાનાશાહી છે. અમે ગૃહમંત્રી અમિત શાહના ઘરે પર નિગમમાં થયેલા 2500 કરોડ રૂપિયાના ઘોટાળા મામલે તપાસની માંગ માટે જઈ રહ્યા હતા. અમિત શાહે પોલીસના ઘરે મોકલીને અમારી ધરપકડ કરાવી દીધી છે. શું દેશમાંથી લોકતંત્ર ખતમ થઈ ગયું છે?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap