સૌરાષ્ટ્રના આ ઝીંગા ચાઈનાથી લઈને ઓસ્ટ્રેલિયામાં એક્સપોર્ટ થતા,પરંતુ લાગ્યું આવું ગ્રહણ

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતના દરીયા કિનારે ભાંભરા પાણીમાં બ્લેક ટાઇગર નવામી ઝીંગાની વેચાણ કિંમત તાજી માછલીની વેચાણ કિંમત કરતા 10 ગણી વધારે હોવાથી ફક્ત ઝીંગાનો ઉછેર કરવો નફાકારક છે. આશરે 40થી 50 હજાર નંગ પ્રતિ હેક્ટરે ઝીંગા બીજ તળાવમાં મોનોકલ્ચર માટે નાખી શકાય છે. આ પ્રધ્ધતિના ઉત્પાદન મેળવવા મત્સ્ય ખેડૂતો બે રીતો અપનાવે છે. ત્રણથી ચાર વર્ષ ઝીંગાના બિયારણ નોર્થ અમેરીકાના કોનાબેરી માંથી બિયારણ (નર અને માદા) બુક્સ લાવવામાં આવે છે અને તેમાંથી બચ્ચા (સીડ) નવ દિવસના લાવી ઝીંગા ફાર્મ તળાવમાં નાખવામાં આવે છે. દર માસે સંગ્રહ અને જરૂરી લલાણી અને બીજુ બેચ ઉછેર દ્વારા યોગ્ય કદના ઝીંગા 100થી 150 દિવસ તળાવમાં રાખ્યા બાદ 20થી 40 ગ્રામના ભાંભરા પાણીમાં બ્લેક ટાઇગર અને વનામી જાતી તરીકે ઓળખવામાં આવે છે.

રાજ્ય વિસ્તારોમાં વ્યાપારી ધોરણે ટાઇગર ઝીંગાનું નિકાસ યુરોપ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ચાઇના, જેવા મહત્વના દેશોમાં એક્સપોર્ટ 35થી 40 હજાર કરોડનો થાઇ છે. તેમાં દેશની સરકારને અબજો રૂપિયાનું હુડીયામણુ મળે છે.

આ ભાંભરા પાણીના ઝીંગા દરીયા કાંઠાનો ખાર લેન્ડ પડતર જમીનનો ઉપયોગ કરવામાં આવે છે અને ઝીંગાની ખેતી માટે જમીનમાં લધુત્તમ પાણીનું પોષણ થાય તેવી હોય તોજ ઉત્પાદન અને સારી કોલેટી બની શકે છે. રેતાળ તેમજ અમ્લીય પ્રકૃતિવાળી જમીન ઝીંગાની ખેતી માટે અનુકુળ રહેતી નથી. ઉના, સૈયદ રાજપરા, નવાબંદર, માણેકપુર સહીતના નજીક આવા તળાવો આવેલ છે. પરંતુ હાલમાં આ વહેણ નજીક આવા તળાવો આવેલ છે. પરંતુ હાલમાં આ વિસ્તારમાં ખારાશનું પ્રમાણ વધતા અને કુદરતી વાતાવરણ કસાઇટમેન્ટમાં ફેરફાર થતાં અને જમીન પ્રદુષણ અને કુદરતી પ્રકોર સર્જાતા અને દરીયા ભરતી પણ ઓછી થતાં ઝીંગાની ખેતી પર અસર જોવા મળે છે.

ઝીંગાના બચ્ચાનો વિકાસ થતો ન હોવાના કારણે એક્સપોર્ટ મુજબની કોલેટી બનતી અટકી ગયું છે. વજન અને સાઇઝમાં પણ તફાવત આવતા આ ઝીંગા ઉછેર કેન્દ્ર પર પણ આ વર્ષ માંઠી અસર ઉભી કરી શકે છે. તેવા સંકટ આ ઝીંગા ઉછેર કેન્દ્રના નિષ્ણાંતોમાં શૂર સાંભળવા મળે છે.

સુરતના ઝીંગા ઉછેર કેન્દ્રના નિષ્ણાંત ટેકનિશીયલ ગોવિંદભાઇ લીંબાસીયાના જણાવ્યાં મુજબ પાણીની ફળદ્રુપતા વધે તો સુક્ષમ જીવાતો ઉત્પન્ન થશે તો જીંગા માટે કુદરતી ખોરાકનું કામ પુરૂ પાડે છે. ભાંભરા પાણીના ઝીંગા પ્રતિ હેક્ટર મુજબ બચ્ચાનો સંગ્રહ કરાય છે. 15પી એલ ઝીંગાના બચ્ચા તળાવમાં નાખી ખોરાક નિયમિત કરી પુરક ખોરાક આપવાથી 10 થી 8 ટકા પ્રથમ માસ તેમજ બીજા મહીને 8થી 6 ત્રીજા માસે, 6થી 4 એમ ચાર માસ કમ્બલ અને પેલેટ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ ખોરાક આપવાથી ગુંણવતા એવા મળે અને ચાર માસમાં આ ઝીંગાની સાઇઝ 20થી 40 ગ્રામની થાઇ તોજ બાયડો એક્સપોર્ટ માટે ખરીદી શકે અને તેની કિંમત પણ મળી શકે હાલમાં આવુ ભાંભરા તળાવના જીંગામાં જોવા મળતુ નથી. ચાલુ વર્ષ દરમ્યાન આ ઉદ્યોગને પણ માર પડી રહ્યો હોવાનું હાલ જોવા મળી રહ્યુ હોવાનો શૂર વ્યક્ત કર્યો હતો.

ઝીંગાના બીજ ઉત્પાદન એકમ કચેરી માંથી બચ્ચા ઉપલબ્ધ કરી ફાર્મમાં નાખવામાં આવે છે. આ તળાવના ઝીંગા સારી કોલેટી વનામી જાતીના થાઇ તો તે ઉત્પાદન ખર્ચ 1 કિલો 220 રૂપિયાની આસપાસ પડે છે. તેનું વેચાણ 280 રૂપિયા તળાવ બેઠા આપે છે. આમ સારી કોલેટી અને ઉત્પાદન વધારે હોય તો આવા ઝીંગા કેન્દ્રના માલીકો ભાંભરા પાણીમાં ખારાશ જમીન માંથી ઉત્પાદન મેળવી સારી આવક મેળવે છે. પરંતુ જો વાતાવરણ અનુકુળ ઝીંગાના બચ્ચાને ન મળે તો આવા ઝીંગા ફાર્મના માલીકો રોડ પર પણ આવી જાય છે. તેવું ઝીંગા ફાર્મના માલીકોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap