ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં આ ખેલાડીઓને મળશે તક

ઇંગ્લેન્ડ ટીમે છેલ્લી વખથ જ્યારે ડિસેમ્બર 2016મા ભારતની મુલાકાત લીધી હતી, ત્યારે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ મળીને ઇંગ્લેન્ડને 93 વિકેટમાંથી 54 વિકેટ લીધી હતી અને પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતે 4-0થી જીત મેળવી હતી. અંગૂઠામાં ફ્રેક્ચર થવાને કારણે જાડેજા ઇંગ્લેન્ડ સાથેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાં રમી શકશે નહીં. આવી સ્થિતિમાં ભારતે અશ્વિન સાથે કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ વચ્ચે સ્પિનર તરીકે પસંદગી કરવી પડશે.

લેફ્ટ આર્મ સ્પિનર ​​જાડેજાએ તેની 220 વિકેટમાંથી ભારતમાં માટે અત્યાર સુધીમાં 157 વિકેટ ઝડપી છે. તેણે અત્યાર સુધી ટેસ્ટમાં નવ વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી છે અને આમાંથી તેણે સાત વખત હાંસલ કર્યું છે. સૌરાષ્ટ્રના જાડેજાની પાસે ગતિ અને વિવિધતા છે, જે તેને ભારતીય પીચો પર સફળ બનાવે છે. જ્યાં પ્રથમ દિવસે જ ટર્ન મળવાનું શરૂ થઈ જાય છે.

પરંતુ પ્રથમ બે ટેસ્ટમાં જાડેજાની ગેરહાજરીમાં ભારતને તેમના રિઝર્વ સ્પિનરો પર નિર્ભર રહેવું પડશે, જેમની પાસે ટેસ્ટ રમવાનો અનુભવ ઓછો છે. ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે પાંચ ફેબ્રુઆરીથી શરૂ થનારી પ્રથમ બે ટેસ્ટ મેચ માટે વોશિંગ્ટન સુંદર (એક ટેસ્ટ), લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલ (કોઈ ટેસ્ટ નહીં) અને કુલદીપ ( છે ટેસ્ટ)ની સાથે અનુભવી ઓફ સ્પિનર રવિચન્દ્રન અશ્વન પસંદગી કરવામાં આવી છે.

એવી સંભાવના છે કે, ભારત પ્રથમ ટેસ્ટમાં પાંચ નિષ્ણાંત બોલરોને મેદાનમાં ઉતારી શકે. તેમાં સુંદર સહિત ત્રણ સ્પિનરો અને બે ફાસ્ટ બોલરો હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બ્રિસ્બેનમાં ટેસ્ટ મેચની શરૂઆત કરનાર સુંદર બેટ અને બોલ બંનેથી કમાલ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap