પટેલvsપેટ્રિક: દર્શન રાવ અને હિના આર્ચા સ્ટારર આ એક કોમેડી ફિલ્મ હશે. ફિલ્મને ડિરેક્ટ કરી છે ધ્વની ગૌતમે. ફિલ્મનું પોસ્ટ રીલિઝ થઇ ચુક્યુ છે.
આઇ વિશઃ આઇ વિશ એ આગામી વર્ષમાં રીલિઝ થનારી ફિલ્મ છે જેને ડિરેક્ટ કરી છે અમિત વિકાસ પટેલે. ફિલ્મમાં ટીશય, મોનલ ગજ્જર અને મેહુલ બુચ જેવા જાણીતા કલાકારો જોવા મળશે. આઇ વીશ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. નિર્માતાને આશા છે કે આ ફિલ્મ ગુજરાતી ઓડિયન્સને ખુબ જ પસંદ આવશે.
ખટ્ટી મિઠી સેટિંગ: વર્ષ 2021માં વધુ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ ખટ્ટી મિઠ્ઠી સેટિંગ રીલિઝ થશે. આ ફિલ્મમાં માનસી રાચ અને દિવ્યાંગ ઠક્કર મુખ્ય ભુમિકામાં જોવા મળશે. સાથે ફિલ્મનું પોસ્ટર રીલિઝ થઇ ચૂક્યું છે. ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં રીલિઝ થઇ શકે છે.
3G ડોટ કોમઃ મનોજ સિંઘ ચૌહાણ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી 3જી ડોટ કોમ ફિલ્મ વર્ષ 2021માં રીલિઝ થવાની છે. ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં નિરવ કલાલ અને શિલ્પા પટેલ છે. ડ્રામા અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ વર્ષના અંત સુધીમાં રીલિઝ થશે.
દુનિયા તો આપણા બાપાની જઃ વર્ષ 2021માં ગુજરાતી ફિલ્મોના લિસ્ટમાં દુનિયા તો આપણા બાપાની જ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મને ડિરેક્ટ કરી છે ભાવિન રાયે અને ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં દીપ વૈધ્ય સહિતના કલાકારો કામ કરતા નજરે પડશે. આ એક કોમેડી ફિલ્મ હશે જેનું પોસ્ટર રીલિઝ થઇ ચુક્યું છે.
