કોરોના પછી પણ આ ફરિયાદો છે?, તો તમારે વિચારવું જોઈએ

કોરોનાને હવે લગભગ 6 મહિનાથી વધુ સમય થઇ ગયો છે ત્યારે બધાને હવે કોવિડ ઇન્ફેક્શન વિષે લગભગ બધાને ખબર પડી ગઈ છે.ભારતમાં લગભગ 89% લોકો હવે કોવિડના ચેપથી સ્વસ્થ થઇ ગયા છે. આખી સ્થિતિની વાત કરું તો હજી કેટલાક લોકો સતત એવી ફરિયાદ કર્યા કરે છે કે કોવિડ માંથી ઉગરી ગયા પછી પણ સ્થિતિ સામાન્ય નથી થઇ, હજી પહેલા જેવી સ્થિતિ કે પહેલા જેવી શારીરિક અવસ્થા નથી અનુભવી રહ્યા.

મારા ઘણા દર્દીઓ મને ફરિયાદ કરતા રહે છે કે દિવસના ઘણા કલાકો અમને એવું લાગે છે કે જાણે તેમનો પલંગ તેમને તેની તરફ ખેંચી રહ્યો છે.તેઓ એટલી નબળાઈ અનુભવી રહ્યા છે કે એક દમ સામાન્ય લાગતા કામો પણ સરળતાથી નથી કરી શકતા,એમનો હાથ સરળતાથી નથી ઉપડતા,પગ સરખા નથી લાગતા.

કોરોના અંગે એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં 125 લોકોને સાંકળવામાં આવ્યા છે, આ સર્વેના તારણ મુજબ ફક્ત 18 લોકો જ હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થયાના 60 દિવસ પછી સંપૂર્ણ લક્ષણ મુક્ત થયા હતા.જ્યારે અર્ધાથી વધુ લોકો આજે પણ ત્રણ કે તેથી વધુ લક્ષણો કોરોનાની અસરના અનુભવી રહ્યા છે.જેમાં થાક લાગવો એક કોમન લક્ષણ હતું.આ લક્ષણોને હવે વર્ગીકૃત કરવામાં આવ્યું છે જેને પોસ્ટ કોવિડ ક્રોનિક ફટિગ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.

આ દર્દીઓની ફરિયાદ હતીકે તેમને મગજમાં કંઈક ભરાઈ ગયું હોય એવું લાગે છે, થાક લાગે છે, અને હવે કોરોનામાંથી સ્વસ્થ થયેલા લોકો લગભગ આવી ફરિયાદો કરી રહ્યા છે.આ ઉપરાંત ઓછી ઊંઘ, માસપેસીઓમાં દુખાવો, ડિપ્રેશન જેવા લક્ષણો પણ કોરોના પછી સાજા થયેલા લોકોમાં દેખાઈ રહ્યા છે.

કોરોનાથી સ્વસ્થ થયા પછી શું ? એક નિષ્ણાત તરીકે મારો મત :

  1. હું કહીશ કે આ એક ખુબ ગંભીર બીમારી છે,
  2. કોરોના વિષયના થોડાક જ નિષ્ણાતો છે, અને કોરોના વિષે ઘણું બધું વિવાદિત છે,
  3. હાલમાં સીએફએસ માટે કોઈ સામાન્ય રક્ત અથવા લેબ પરીક્ષણ નથી. જે લોકોમાં તે લક્ષણો દેખાય છે તેનું નિદાન સામાન્ય રીતે સ્વ-અહેવાલ લક્ષણોના આધારે કરવામાં આવે છે,
  4. ઘણા વાયરલ રોગ પછી આ જોવામાં આવ્યું હતું, પરંતુ આ તબીબી નિષ્ણાતોમાં કોઈ મજબૂત અભ્યાસ ન હોવાના કારણે, મલ્ટિ વિટામિનથી પીડા નિવારણને એન્ટી ન્યુરોપથી એન્સીયોલિટીક્સ માટે સૂચવવામાં આવે છે.

હું માનું છું ક્લિનિકલી યોગ્ય મૂલ્યાંકન અને કેટલાક રિપોર્ટ દ્વારા આ સ્થિતિમાંથી બહાર આવવામાં મદદ મળી શકે છે.

દર્દીના મનોવિજ્ઞાનને સમજવું જોઈએ તેમના સંબંધીઓએ પણ સમજવું જોઈએ કે આ કોઈ માનસિક બીમારી નથી પરંતુ તે ગંભીર બાબત છે.

જો તમે આવી સ્થિતિ ધરાવનાર કોઈને મદદ કરી રહ્યા છો, તો તમારે એમના આરામ માટેની તેમની જરૂરિયાતને સમજવું જોઈએ અને દર્દીની ફરિયાદો કે મુશ્કેલીઓના નિવારણ માટે યોગ્ય પરીક્ષણો કરાવી તેની મદદ કરવી જોઈએ.

ઘણા દર્દીઓ, ખાસ કરીને ક્રોનિક થાક સિન્ડ્રોમવાળા, કહે છે કે તેઓ માનતા નથી અને તેઓ એવું અનુભવે છે કે તેમના લક્ષણો મિત્રો અને ડોકટરો દ્વારા ખોટી રીતે આંકવામાં આવી રહ્યા છે.આ સ્થિતિમાં દર્દીને ન સમજવું એને શરમ જનક સ્થિતિમાં મુકવો તેને હતાશાની સ્થિતિ તરફ દોરી શકે છે.

આપણે હવે આનો અભ્યાસ કરવો પડશે, કારણ કે આપણે માનીએ છીએ કે આ એવી પરિસ્થિતિ છે કે જો આપણે તેના પર ધ્યાન ન આપીએ તો કટોકટી બની જશે. એવું ઘણું બંધુ છે જે આપણે જાણતા નથી કે જાણી ને પણ સ્વીકારવા તૈયાર નથી.

મારી વિનંતી છે કે કોરોના ના આ બધા દર્દીઓ યોગ્ય ચિકિત્સકની સલાહ લે અને યોગ્ય મદદ મેળવવાનો પ્રયાસ કરે.

સ્વસ્થ રહો સલામત રહો.

લેખક : ડૉ. યોગેશ ગુપ્તા
MD PHYSICIAN
ફોન : 99250-06256
ઈમેલ : [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap