વર્ષો 2021 શરૂ થઈ ચુક્યું છે. પાછલા વર્ષે કોરોના મહામારીમાં પણ તમામ મોટી કંપનીઓ પોતાના પોપ્યુલર સ્માર્ટફોનને બજારમાં લોંચ કર્યા હતા. શાઓમી, વિવો, ઓપ્પો, એપ્પલ, વનપ્લસએ તેમના નવા મોડેલ લોન્ચ કર્યા હતા. તેમાં બજેટથી લઈને પ્રીમિયમ કેટેગરી સુધીના સ્માર્ટફોન શામેલ છે. આ વર્ષે પણ ઘણા મોટા ફોન્સ લોન્ચ થવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ કેટલાક સ્માર્ટફોન્સ વિશે કે જે વર્ષ 2021માં લોન્ચ થવાની અપેક્ષા છે.
OnePlus 9 સિરીઝ
છેલ્લા ઘણા મહિનાઓથી આ સિરીઝ પર કામ ચાલી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, તેને વર્ષ 2021 ના પ્રથમ છ મહિનામાં લોન્ચ કરી શકાય છે. તે ફેબ્રુઆરી અથવા માર્ચમાં લોન્ચ થવાની સંભાવના છે. ચાઇનીઝ સ્માર્ટફોન બ્રાન્ડે OnePlus 9 સિરીઝ વિશેની કોઈ માહિતીની સત્તાવાર જાહેરાત કરી નથી. સિરીઝના મુખ્ય લાક્ષણિકતાઓમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર હોવાની અપેક્ષા છે. ફોનમાં ઉંચા રીફ્રેશ રેટ, ક્વાડ રીઅર કેમેરા, મોટી બેટરી અને સ્ક્રીન સાથે ઝડપી ચાર્જિંગ સપોર્ટ હશે.
Samsung Galaxy S21
લાંબા સમયથી Samsung Galaxy S21ની રાહ જોવાતી હતી. આવતા મહિનામાં તેને લોન્ચ થવાની સંભાવના છે. સેમસંગનું મુખ્ય ધ્યાન તેની ફ્લેગશિપ ગેલેક્સી એસ સિરીઝ પર છે. હજી સુધી, Samsung કન્ફર્મ કર્યું નથી કે કંપની Galaxy S21 ફેન એડિશન (FE)પણ લોન્ચ કરશે કે નહીં.Samsung Galaxy S21 અને નોટ લાઇનને મર્જ કરવાની પણ યોજના છે.
Xiaomi Mi 11 Pro
Xiaomiએ હાલમાં સ્નેપડ્રેગન 888 પ્રોસેસરની સાથે ચીનમાં Mi 11ને લોન્ચ કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, ચીની સ્માર્ટફોન બ્રાન્ડ તેનું પ્રો વર્ઝન ફેબ્રુઆરી-માર્ચની આસપાસ લોન્ચ કરશે. Mi 11 વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન છે જે ક્યુઅલકોમની નવીનતમ ફ્લેગશિપ ચિપસેટ સાથે આવે છે. અત્યારે, ભારતીય માર્કેટમાં Mi 11 અથવા Mi 11 Pro આવશે કે કેમ તે વિશે કોઈ રિપોર્ટ નથી.
