ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂને લઈને આવ્યા મોટો સમાચાર, જાણો રાજ્ય સરકારે શું જાહેરાત કરી

ગાંધીનગર: કોરોના મહામારીના પગલે ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ રાજ્ય સરકાર દ્વાર ફરી મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. 28 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ લાગુ રહેશે. રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી રાજ્યના ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ રહેશે.

પાછલા મહિને સરકારે કર્ફ્યુના સમયમાં રાહત આપ્યા બાદ રૂપાણી સરકાર ફરી એક વખત 15 ફેબ્રુઆરી સુધી નાઇટ કર્ફ્યૂ લંબાવ્યો હતો. કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો થતાં આખરે સરકાર કર્ફ્યૂમાં સમયમાં થોડી છૂટછાટ આપી છે. નાઇટ કર્ફ્યૂ ફેબ્રુઆરીના અંત સુધી યથાવત રહેશે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવા અંગે આજે બપોરે ત્રણ વાગ્યે મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap