પાર્થ મજેઠીયા, ભાવનગર: શહેરમાં ટાઉનહોલ ખાતે આવેલા આધારકાર્ડ સેન્ટરમાં આધારકાર્ડ કાઢવામાં માટે એક વ્યક્તિ પાસે રૂ.700 ની માંગ કરવામાં આવી છે. રામભાઈ મેર નામના વ્યક્તિને બે માસથી જરૂરી ડોક્યુમેન્ટ આપી દીધા હોવા છતાં આધારકાર્ડ ન કાઢી દઈ તેમની પાસે ટેલિફોનિક રૂ.700 ની માંગણી કરવામાં આવી હોય અને જે ઓડિયો વાયરલ થતા હાલ આ મામલો કમિશનર પાસે પહોચ્યો છે. આ બાબતે તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આજના સમયમાં કોઈપણ સરકારી કચેરીમાં કોઇપણ કામ માટે માત્ર સલાહ જ મફત મળી રહી છે. જ્યારે કામ કરાવવું હોય તો નિવેદ ધરવા જ પડે અને તો જ કામ થાય બાકી ધક્કા ખાઈ ને તમારા પગના તળિયા ઘસાઈ જાય બાકી નિવેદ વગર તમારા કામ ન થાય જે હકીકત છે. “ખાતો નથી અને ખાવા દેતો નથી” નું સૂત્ર હાલના સમયમાં માત્ર કહેવા પૂરતું રહી ગયું છે બાકી ભ્રષ્ટાચારે આડો આંક વાળ્યો છે. તેમ કહેવું અતિશયોક્તિ ભર્યું નથી. આજે આવો જ એક બનાવ જેમાં ભાવનગરમાં એક વ્યક્તિ પાસેથી આધારકાર્ડ કઢાવવા માટે રૂપિયા 700 ની માંગ કરવામાં આવી હતી
રામભાઈ મેર નામનો શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતો વ્યક્તિકે જેમણે ગત ઓક્ટોબર માસમાં આધારકાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરી દીધા હતા તે સમયે પણ રૂ.150 કોઈ ડોક્યુમેન્ટ ફોર્મના લીધા હતા જ્યારે બે માસ સુધી ધક્કા ખવરાવી આ વ્યક્તિ પાસે ટેલિફોનિક વાતચીત માં રૂ.700 ની માંગ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારની વાતોનો આ ઓડિયો વાયરલ થયો અને હાલ આ મામલે તપાસ અને જરૂર પડે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
