ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદ હજી પણ ચાલુ છે. બંને દેશો લશ્કરી વાતચીતના અનેક રાઉન્ડ બાદ પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેનાને ‘કોઈપણ ક્ષણની કાર્યવાહી’ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે.
જિનપિંગે 4 જાન્યુઆરીએ આદેશ આપ્યો હતો કે,કોમ્બેટ તૈયારીઓ પર ભાર મૂકે છે. શુન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, ચીનના રાષ્ટ્રપતિએ આર્મ્ડ ફોર્સેજને તૈયાર રાખવા માટે ‘હંમેશાં તૈયારી રાખવા માટે લડાઇની પરિસ્થિતિમાં તાલીમ વધારવા’ કહ્યું છે.
શી જિનપિંગે કહ્યું છે કે, પીપલ્સ લિબરેશન આર્મી (PLA) કોઈપણ બીજા પગલા લેવા અને ફુલ ટાઇમ લડાઇ સ્થિતિમાં હોવા માટે તૈયાર હોવી જોઈએ. ફ્રન્ટલાઈન પર જે કંઈ પણ થઈ રહ્યું છે, તેનો ઉપયોગ સૈન્યની ક્ષમતાઓને વધારવા માટે થવો જોઈએ અને તકનીકીને તાલીમ કવાયતમાં શામેલ કરવી જોઈએ.
જિનપિંગે 2021ના પ્રથમ સેન્ટ્રલ મિલિટ્રી કમીશન (સીએમસી) ના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આમાં, તેમણે અસલ કોમ્બેટ પરિસ્થિતિઓમાં મિલિટ્રી ટ્રેનિંગ મજબૂત કરવા અને જીતવાની ક્ષમતા પર ભાર મૂકવાનું કહ્યું છે.
શિન્હુઆ મુજબ, શી જિનપિંગે કહ્યું, “PLA CMC અને કમ્યુનિસ્ટ પાર્ટીના આદેશોનું પાલન કરવું જોઈએ, તેમણે 1 જુલાઇએ પાર્ટીની સ્થાપનાની 100મી વર્ષગાંઠ પર શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.”
જિનપિંગે કહ્યું કે ‘સેનાએ નવા ઉપકરણો, તકતો અને કોમ્બેટની પદ્ધતિઓમાં ટ્રેનિંગ લેવી જોઈએ.’
ગયા વર્ષે જૂનમાં, ભારત અને ચીન વચ્ચે ગાલવાન ખીણમાં હિંસક અથડામણ થઈ હતી. આમાં ચીનના ઘણા સૈનિકો માર્યા ગયા, પરંતુ ચીને ક્યારેય સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.
