હાલના ગોચર ગ્રહો જોતા સૂર્ય દેવ સરકારના કારક જે કેતુની નજીક ગ્રહણ યોગની પરિસ્થિતિમાં જેથી સરકાર મુશ્કેલીમાં છે. ગુરૂ ગ્રહ સમજણનો કારક શનિદેવની જોડે યુતિમાં છે. જેથી ખેડૂતોને નવો કાયદો સમજાવવામાં મુશ્કેલી પડી રહી છે અને ખેડૂતોએ કેન્દ્ર સરકારની લેખિત ખાતરી પણ ફગાવી દીધી છે.
બુધ દેવ જે નિર્ણય શક્તિ તેમજ વાતચીતના કારક હાલમાં બળહીન છે. જેથી સરકાર અને ખેડૂતો વચ્ચે આટલી મીટીંગો થઈ છતાં કોઇ નિર્ણય લેવાતો નથી તેમજ શનિ દેવ ખેડૂત (શ્રમિકો)ના કારક હાલમાં પોતાની રાશિમાં બળવાન છે. જેથી ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. સૂર્ય દેવ ધન રાશિમાં ૧૫ ડિસેમ્બર ૨૦૨૦, બુધ ૧૭ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ધન રાશિમાં અને મંગળ ૨૪ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ મેષ રાશિમાં આવતા સરકાર ખેડૂતોની વાતો સાંભળીને મક્કમતા પૂર્વક સારો નિર્ણય લેશે એવી આશા છે. બુધ ધન રાશિમાં ૫ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં રહેતા ખેડૂત આંદોલન વિષયમાં સારો નિર્ણય આવે તેમ લાગે છે.
(એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થા ના કાયમી સદસ્ય જીગર ભાઈ ત્રિવેદી)
