ઉના: 15 દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર શખ્સો ઝડપાયા

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉના શહેરમાં રહેણાંક મકાનમાં પંદર દિવસ પહેલા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉના પોલીસે ઉકેલી ચાર શખ્સોને ઝડપી પાડેલ છે. તેમજ રાજુલાથી બાઇક ચોરી કરનાર શખ્સને પણ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉના શહેરમાં ગાયત્રી તેમજ નિલકમલ સોસાયટી વિસ્તારના રહેણાંક મકાનમાંથી રોકડ રકમ તેમજ સોનાના દાગીના સહીત રૂ.94 હજારના મુદામાલની ધરફોડ ચોરી થયેલ જે અંગેની ઉના પોલીસ સ્ટેશનમાં તા.16 જાન્યુ 2021ના યોગેશભાઇ નાગજીભાઇ સિધ્ધપુરાએ ફરીયાદ નોધાવી હતી. જેની તપાસ ગીરસોમનાથ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ ઉના પી આઇ વી.એમ ચોધરીની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પી પી બાંભણીયા, સંદિપસિંહ, ધર્મેન્દ્રસિંહ, તેમજ અનિલસિંહ સહીતનો સ્ટાફ ઉના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન બાતમી આધારે ઉના વિસ્તાર માંથી અબ્બાલતીફ ગુલામહુસેન શેખ, વિપુલ ભાણજીભાઇ ચૈહાણ, અરવિંદ ઉર્ફે રીંગણો પરનામ સિંગ ધીસી રહે. ઉના, તેમજ હસમુખ ભીખા જેઠવા રહે. થરેલી તા.સુત્રાપાડા, ચારેય શખ્સોને ઝડપી પાડી પુછપરછ હાથ ધરતા આ ધરફોડ ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. અને તમામ શખ્સોએ અગાઉ ચોરી કરેલ છે કે કેમ તે અંગેની વધુ પુછતાજ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત પાંચ દિવસ પહેલા રાજુલા ખાતેથી બાઇક ચોરી કરના શખ્સને ઉના પોલીસે તપાસ હાથ ધરતા મનોજ જીણા સોલંકી રહે.ઉના દુધેશ્વરપરા વિસ્તારમાં રહેતો શખ્સને બાતમી આધારે પુછપરછ કરતા બાઇક નં.જીજે 14 જે 9228 મુદામાલ સાથે ઝડપી પાડી રૂ. 15 હજારના મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap