શુક્રના રાશિ પરિવર્તનથી આ પાંચ રાશિઓને નોકરી-ધંધા માટે લાભદાયી રહેશે

તા.૪ થી શુક્ર ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને ૨૮ મી જાન્યુઆરી સુધી સતત ૨૪ દિવસ ભ્રમણ રહેશે.શુક્ર ગ્રહનું મુળભુત જે કારક તત્વ સંગીત,નૃત્ય,કાવ્ય, ચિત્રકલા,નાટક,સિનેમા સંસ્કૃતિક કાર્યક્રમો તથા મોજશોખને લગતી સર્વ ચીજો,ફેશન,સફેદ ચમકદાર ચીજો,કીમતી વસ્તુઓ,સ્ત્રીઓને ઉપયોગી ચીજો,ઝવેરાત, ડેકોરેશન,ડિઝાઇન,ચાંદી, સુગંધિત અત્તર,કોસ્મેટીકસ માટે ગણાય છે. ગ્રહ મંડળમાં રાશિચક્રની બધી રાશિઓ પર શુક્રના ધન રાશિમાં ભ્રમણની અસર જયોતિષી અમીતાબેન મહેતાના જણાવ્યા અનુસાર જાતકને ચંદ્ર રાશિથી નીચે મુજબ પરિભ્રમણ રહેશે.

(૧)મેષ રાશિ (અ.લ.ઈ)
તમારી રાશિથી આ પરિભ્રમણ નવમા સ્થાનમાં એટલે કે ભાગ્ય સ્થાન માં થશે જે તમારા ભાગ્યને સાથ અને સહકાર આપનારો રહેશે. ધાર્મિક યાત્રાઓ તેમજ ધર્મને લગતા કાર્ય ફળદાયી રહેશે. વિદેશ વ્યાપાર તેમજ વિદેશ અભ્યાસ માટે આ શુક્રનું પરિભ્રમણ શુભ રહેશે.

(૨)વૃષભ રાશિ (બ.વ.ઉ.)
વૃષભ રાશિ માટે તેમની રાશિથી આ પ્રમાણ આઠમા સ્થાનમાં રહેશે જેથી તબિયતને લગતી નાની મોટી ફરિયાદો આવી શકે છે કોર્ટ કચેરી તેમજ હિતશત્રુઓથી સાવધાન રહેવું.

(૩)મિથુન રાશિ (ક.છ.ઘ.)
શુક્રનું આ પરિભ્રમણ તમારી રાશિથી સાતમા સ્થાનમાં રહેશે દાંપત્યજીવનમાં મધુરતા લાવશે તેમજ ભાગીદારી ધંધા માટે શુભ રહેશે.

( ૪ )કર્ક રાશિ(ડ. હ.)
કર્ક રાશિ માટે શુક્ર નું પરિભ્રમણ તેમની રાશિથી છઠ્ઠા સ્થાનમાં રહેશે તેથી કાર્ય સ્થળ ઉપર સંભાળીને કામકાજ કરવું વિદેશ જવા માટે આપના માટે આ સમય શુભ રહેશે પરંતુ માતાની તબિયતની કાળજી લેવી.

(5)સિંહ રાશિ(મ.ટ.)
શુક્રનું પાંચમા સ્થાનમાં પરિભ્રમણ પ્રેમી યુગલ માટે સંબંધોમાં આગળ વાંધવા માટે લીલીઝંડી સમાન છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળામાં શુભ સમાચાર આવી શકે છે આપ જો કોઈ રચનાત્મક કાર્ય સાથે જોડાયેલા હોય તો તેમાં પણ આપને નવા નવા આઈડિયા આવશે ધના આગમન માટે પણ આ સમય શ્રેષ્ઠ છે.

(૬)કન્યા રાશિ (પ.ઠ.ણ.)
તમારી રાશિ માટે શુક્ર નું પરિભ્રમણ તમારી રાશિથી ચોથા સ્થાનમાં હશે જે માતા સાથેના સંબંધોમાં મધુરતા લાવશે તેમજ જો આપને નવું ભૌતિક સુખ સાધનોથી સજ્જ મકાન લેવું હશે અથવા નવી લકઝુરિયસ ગાડી લેવી હશે તો તમારા સપના સાકાર થશે.

(૭)તુલા રાશિ (ર. ત.)
તમારી રાશિથી શુક્રનું પરિભ્રમણથી ત્રીજા સ્થાનમાં સાહસમાં વધારો કરનારો તેમજ ભાગ્યને બળ આપનારો રહેશે ‌આ શુક્ર આપને નાની-મોટી યાત્રાઓ પણ કરાવશે તેમજ માંગલિક કાર્યો માટે પણ આ સમય ઉત્તમ છે.

(૮)વૃશ્ચિક રાશિ(ન.ય‌.)
શુક્રનુ આ પરિભ્રમણ તમારા કૌટુંબિક સંબંધો માં મધુરતા લાવશે તેમજ તમારી આવકમાં વધારો કરનારો હશે. નોકરી તેમજ ધંધા માટે લાભપ્રદ રહેશે.

(૯)ધન રાશિ ( ભ.ધ.ફ.ઢ. )
આ સમયગાળો માનસિક શાંતિ આપનારો રહેશે. તેમજ મન પ્રફુલ્લિત રહેશે અને આનંદનો અનુભવ કરશે. આ સમયે મિત્રોનો સાથ અને સહકાર મળી રહેશે તેમજ વિવાહ ઈચ્છુંક યુવક અને યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે.

(૧૦)મકર રાશિ(ખ.જ)
મકર રાશિના જાતકો માટે શુક્રનું પરિભ્રમણ તમારી રાશિથી બારમા સ્થાનમાં હશે. આ સમયે દરમિયાન આપ મોજશોખ પાછળ તેમજ હરવા-ફરવા માટે પૈસાનો ખર્ચ કરશો જેથી ખોટા ખર્ચને લીધે માનસિક પરેશાની વધારીનું રહેશે. તેમજ આ સમય દરમ્યાન આપે સ્વાસ્થ્યની પણ પૂરી કાળજી લેવાની રહેશે.

(૧૧)કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)
તમારી રાશિથી લાભ સ્થાનમાં શુક્રનું ગોચર સ્ત્રી મિત્રો તરફથી લાભ આપનારો રહેશે, પરંતુ કાર્યસ્થળ પર આપે સાવધાન પણ રહેવાનું છે. આ ભ્રમણ પ્રેમમાં સાથ આપનારો રહેશે તેમજ વિદ્યાર્થીઓ માટે પણ આ સમયે સારો છે.

(૧૨)મીન રાશિ (દ.ચ.ઝ.થ.)
કાર્ય સ્થળ ઉપર સ્ત્રી મિત્રોનો સહકાર મળશે તેમજ આપને નોકરીમાં કાર્યસિદ્ધિ માટે વિઘ્નો નો સામનો કરવો પડશે. ધંધામાં આગળ વધવા માટે ભાગ્યના ભરોસે બેસી રહેવાને બદલે મહેનત કરીને આગળ વધવાનો છે.

(એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap