આ બે ગ્રહોના રાશિ પરિવર્તનથી લોકોમાં રચનાત્મકતા વધશે, શેરબજારમાં તેજીની સંભાવના

ચાલુ વર્ષ (૨+૦+૨+૧)=૫ બુધ નું વર્ષ આવતા આભાસી મુદ્રાના વ્યવહાર પછી હવે વૈશ્વિક સ્તરે કાયદેસરની ગ્લોબલ કરન્સી લાવવાના પ્રયત્ન શરુ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.(૨+૦+૨+૦)=૪ રાહુ એ એક માત્ર આભાસ છે તેથી વર્ષ ૨૦૨૦માં આભાસી મુદ્રાની બોલબાલા ખુબજ બોલતી રહી ??? પરંતુ બુધ નો દરજજો કાયદેસર વાણિજ્ય માટે ગણાય છે માટે સમગ્ર વિશ્વને એક તાંતણે બાંધતી મુદ્રા લાવવાની દિશા માં પ્રગતિ કરશે !! વળી વૈશ્વિક સ્તરે વાણિજ્ય માટે ખુબ સારા રસ્તા ખુલે તેવા પ્રયત્નો હાથ ધરાશે. બેંકોનું Merging હજુ થશે. તમામ બેંકોના નીતિનિયમો એક જ સરકાર જોવા મળશે તેમજ બેન્કિંગ સર્વિસ સેકટર હજુ સુધરશે.ચીનની સરકાર સાથે અંદરો-અંદર ખટરાગ જોવા મળશે.વધુમાં કોરોના અંગે ની વેકસીન(રસી)આપવા માટે સરકારી તંત્ર ગોટે ચડશે તે અંગે ગોચરમાં રાહુ અને શનિની સ્થિતિ જોતા જણાય છે અલબત સમયની ધડીયાલ નો કાંટો જ બતાવશે.

આજ થી શુક્ર ગ્રહનો ધન રાશિમાં પ્રવેશ થઈ ચુક્યો છે.જે સતત 24 દિવસ સુધી ભ્રમણ કરશે એ સાથે જ વાણી અને વેપારનો કારક ગ્રહ બુધ આવતીકાલ થી બુધ ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે.આ બે ગ્રહોના રાશિ પરિવર્તનથી લોકોમાં રચનાત્મકતા વધશે.શેરબજારમાં તેજીની સંભાવના છે.કિંમતી ધાતુઓની કિંમત ઓછી થશે. બજારમાં ખરીદદારી વધી શકે છે. ખાનપાનની વસ્તુઓ મોંઘી થઇ શકે છે.બિઝનેસ કરનાર લોકો માટે સમય સારો રહેશે.લેવડ-દેવડ અને રોકાણમાં અનેક લોકોને ફાયદો મળી શકે છે અનેક નોકરિયાત લોકો જોબ બદલવાનું વિચારી શકે છે અને ષડયંત્રનો શિકાર બની શકે છે.બુધના પ્રભાવથી થોડા લોકો પોતાના કામને લઇને ખોટું બોલી શકે છે. તેનું નુકસાન પણ આવનાર દિવસોમાં જોવા મળી શકે છે.

થોડા લોકોને જોબ અને બિઝનેસમાં પોઝિટિવ ફેરફાર થવાના યોગ છે ત્યાં જ થોડા લોકો માટે સમય મિશ્રિત રહેશે.
(જાણીતા જયોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap