જામનગર: જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સેતાલુસ ગામે એક નાગરિકે ફોન કરી મુંબઈ મહાનગરપાલિકાના મેયરને ધમકી આપી હોવાની નોંધાયેલ ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે આ ફરિયાદ બાદ મુબઈ પોલીસે જામનગર આવી જે તે સખ્સની ધરપકડ કરી છે.
જામનગર નજીકના સેતાલુસના નાગરિક દ્વારા કરવામાં આવેલ મુંબઈ મહાનગરપાલિકાના મેયરને ધમકીની વિગત મુજબ, મુબઈના મેયરને ફોનકોલ પર એક સખ્સે ધમકી આપી હતી. આ બાબતે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જે તે ફોન કોલના રેકોર્ડ મુજબ કોલ ગુજરાતના જામનગરમાંથી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ફોન કોલ કરનાર સખ્સના સગડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી જેને લઈને મુંબઈ પોલીસ જામનગર પહોચી હતી અને મેઘપર પોલીસની મદદથી લાલપુર તાલુકાના સેતાલુસ ગામે પહોચી જે તે સખ્સની અટકાયત કરી હતી.
જો કે કેવા સંજોગોમાં ધમકી આપી છે અને શું વાત થઇ છે તે જાણવા મળ્યું નથી પરંતુ મેઘપર પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસે સેતાલુસના સખ્સ સામે ફરિયાદ નોંધી છે અને અહી આવી જે તે સખ્સની અટકાયત કરી લઇ ગઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ સુત્રોનું માનવામાં આવે તો ધમકી આપનાર સખ્સ માનશીક અસ્થિર છે જો કે કેવા સંજોગોમાં અને કેમ ધમકી આપી છે ? તેની વિગતો સામેં આવી નથી.
