આગમના એંધાણ: વર્ષ 2021 અનેક ભેટ સોગાદ અને પડકાર લઈને આવી રહ્યું છે ?

૨૦૨૦ વર્ષની વિદાયની આખી દુનિયા રાહ જોઈ રહી છે. કારણ કે આ વર્ષમાં લાંબાગાળાના ગ્રહો વારંવાર વક્રી થયા તેમજ પાંચ ભારે ગ્રહણો આવી ચૂક્યા અને ગ્રહણો વચ્ચે ખૂબ જ સમય ઓછો રહેલ જેને કારણે લોકો શારીરિક,માનસિક, આર્થિક સ્થિતિ વધુ બગડી ગયેલ માટે વર્ષ ઝટ પુરૂ થાય તો સારું એવીબધાની ઇચ્છા રહેલ.૨૦૨૦ની લગભગ શરૂઆતથી કોવિડ 19 આવવાથી અનેકવિધ સમસ્યાઓ આમ જનતા ભોગવી જેમાં માંદગીથી માંડીને મોતની નોબત સુધીની ધડીયો જોઇ.

મકર રાશિના શનિએ કરકસર,કંજુસાઈને સત્ય નિષ્ઠાને કારણે ધણાં બધા ઓની નોકરીઓ વૈશ્વિક સ્થરે જતી રહી. માર્કેટમાં મંદી,માનસિક ભય,ચિંતા,ઉદ્ગવેગ,બેકારી જેવી સમસ્યાઓ વધી ગઈ. જ્યારે શુક્રવારથી શરૂ થતું વર્ષ ૨૦૨૧ અનેક ભેટ સોગાદ અને પડકાર લઈને આવી રહ્યું છે? સૂક્ષ્મ રીતે આપણા જીવનમાં ફેરફાર કરતા ગ્લોબલ વૉર્મિંગથી લઈને યુદ્ધની આહટ અને નવી-નવી મહામારીનો ભયએ માનવજીવનમાં નવા પડકાર છે. તો અગાઉના ઘણા પ્રશ્નોનું નિરાકરણ નજીકમાં છે જે આપણી ઉપલબ્ધી છે.

ચીનમાં છેલ્લા વર્ષોમાં શોધના નામે પ્રકૃતિ સાથે જે ચેડાં થયા છે તે સમગ્ર માનવજાત માટે ખતરારૂપ છે. અંતરિક્ષની ઘણી શક્તિઓ એવું નથી ઇચ્છતી કે આપણે પ્રકૃતિને હાનિ પહોંચાડીએ અને ખુદ આપણા જ પગ પર કુહાડો મારીએ. નવા વર્ષની સાથે સાથે નવા સંકલ્પો લેવાના હોય છે જે વ્યક્તિગત રીતે આપણે સૌ લેતા હોઈએ છીએ, પરંતુ ૨૦૨૧ની શરૂઆતમાં એક સંકલ્પ આપણે સૌ અવશ્ય લઈએ કે આપણે પ્રકૃતિ સાથે તાલમેલ કેળવી આગળ ચાલશું અને તો જ આપણી આગળ પેઢીઓ સલામત રહેશે.

૨૦૨૧ ને માટે એડવાન્સ માં હાર્દિક શુભેચ્છાઓ
જાણીતા જ્યોતિષી આશિષ રાવલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap