સરપંચે પરણીત મહીલાને દારૂની લત લગાડી મોહ જાળમાં ફસાવી, પછી કરી બીભત્સ માંગણી, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં બની છે ઘટના

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના જામવાળા ગામના વર્તમાન સરપંચ અને ભાજપના જિલ્લા પંચાયતની ગીરગઢડા સીટ પર લડતા મહીલા ઉમેદવારના પતિ સામે જામવાળા ગામે રહેતી પરણીત મહીલાએ પોતાને બ્લેકમેલીગ કરી સોશ્યલ મીડીયાના માધ્યમથી સંબંધો બાંધવા ફરજ પાડી બિભસ્ત ગાળો આપી સંબંધ નહી રાખતો આખા સમાજ અને ગામમાં બદનામ કરી જીંદગી બરબાદ કરી નાખવાની ધમકી આપતા આ બાબતે પરણીત મહીલાએ ગીરગઢડા પોલીસમાં લેખિત અરજી આપી સમગ્ર હકીકત પોલીસનને વાકેફ કરતા સમગ્ર પંથકમાં રાજકીય ખડભળાટ મચી જવા પામેલ છે.

પ્રાપ્ત વિગત મુજબબ જામવાળા ગામની પરણીત યુવતીને જામવાળા ગામના સરપંચે સાતેક માસ પહેલા ફેસબુક આઇ.ડી.માં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી અને જામવાળા ગામના સરપંચને જાણતી હોય અને સમાજના હોય જેથી ફેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી. બાદમાં મેસેન્જર દ્વારા સામાન્ય વાતચીત કરવા લાગેલ ત્યાર બાદ અચાનક સરપંચ નરેશ ત્રાપસીયાએ પરણીત યુવતીને આઇ લવ યુનો મેસેજ કરેલ ત્યારે પરણીત યુવાતીએ પોતે પરીવાર સાથે રહેતા હોય અને મિત્ર તરીકે ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી.

અન્ય કોઇ સંબંધ રાખવા માંગતી ન હોય જેથી મેસેજ નહીં કરવા જણાવેલ તેમ છતાં જામવાળા ગામના સરપંચે વારંવાર મેસેજ કરી મોબાઇલ નંબર માંગતા હોય પોતાનું કામ હોવાનું સરપંચે જણાવતા પોતાનો મોબાઇલ નંબર સરપંચને આપેલ હતો. જેમાં પરણીત યુવતીને સંબંધ રાખવા સમજાવેલ પણ યુવતીએ સંબંધ રાખવા માંગતી ન હોય તેમ જણાવીને ફોન મુકી દીધો હતો. ત્યાર બાદ જામવાળાના સરપંચ નરેશ ત્રાપસીયાએ યુવતીના ફેસબુક મેસેન્જરમાં વારંવાર વીડિયો અને મેસેજ કરતો રહ્યો હતો અને ભુંડી ગાળો અને બિભસ્ત માંગણી કરી પોતાના તાબે નહીં થાય તો આ પરણીત યુવાતીને આખા સમાજમાં અને ગામમામં બદનામ કરવાની ધમકી આપી મહીલાની જીંદગી બરબાદ કરી નાખવા અને પરીવાર અને સંતાનને ખતમ કરાવીને રસ્તે રઝળતી કરાવી નાખવા ધમકી આપતા યુવતીએ આ સરપંચ બદનામ કરી દેશે તેવા ભયએ મજબૂરીમાં સોશ્યલ મીડીયા ફેસબુક એકાઉન્ટમાં સરપંચ સાથે યુવતી વાતચીત કરતી હતી.

બિભસ્ત વીડિયો અને ફોટા મોકલવા માંગણી કરતા હોય આમ બ્લેક મેઇલ સહન ન થતાં મરી જવા અને આત્મહત્યા કરી લેતા પરણીત યુવતીએ સરપંચને જણાવતા સરપંચે યુવાતીને ટેન્સન દૂર કરવા દારૂ પીવાની સલાહ આપેલ અને પોતે દારૂ યુવતીને મોકલાવું છું તેવું જણાવેલ અને બીજા દિવસે અજાણી વ્યક્તિ દારૂની બોટલ લઇ પરણીત યુવતીના ધરે આપવા આવેલ અને સરપંચ નરેશ ત્રાપસીયાએ આ દારૂ મોકલાવેલ છે તેવું જણાવેલ અને આ દારૂની બોટલ પરણીત યુવતી ટેન્સન અને બીકમાં દારૂ પીઇ પી ગયેલ અને દારૂ પીધા પછી પરણીત યુવતીને ભાન રહેતી નહીં અને નશામાં ટેન્સન મુક્ત રહી નરેશ ત્રાપસીયા સાથે ફેસબુકમાં વાત કરતી હતી. અને દરરોજ સરપંચ પરણીત યુવતીને દારૂની બોટલ મોકલતા લત લાગી જતાં સરપંચ નરેશ મેસેજમાં મારી પાસે બિભત્સ માંગણીઓ કરતો હતો. અને તેની સાથે શારીરીક સંબંધ બાંધવા દબાણ કરતો પણ પરણીત યુવતીએ સ્પષ્ટ મનાઇ કરી આ સંબંધ પુરા કરવા યુવતીએ જણાવી દીધેલ હતું. તેમ છતાં સરપંચે પરણીત યુવતીને રૂબરૂ મળવા દબાણ કરેલ આ સરપંચના ત્રાસનો અંત લાવવા પરણીત યુવતીએ પોતાના પતિને તમામ હકીકત જણાવતા સરપંચનો સંપર્ક કરતા તે ધરે આવેલ અને મારા પતિ બહાર છુપાઇ ગયેલ હતા. અને ત્યાર સરપંચ કહેલ કે આ સંબંધનો અંત લાવવાનો છેકે નહીં તેવું જણાવતા સરપંચ નરેશે પરણીત યુવતીને પોતાની સાથે શારીરીક સંબંધ બાંધવો પડશે તેવું જણાવતા મહીલાએ સાફ શબ્દોમાં મનાઇ કરતા સરપંચે ઉશકેરાઇ પરણીત યુવતી સાથે બળજબરી કરવા લાગતા પરણીત યુવતીએ રાડોરાડ કરતા પોતાનો પતિ આવી ગયેલ હતો. અને સરપંચ નરેશ ત્રાપસીયા નાશી છુટતા આ બાબતે પરણીત યુવતીએ આ માથાભારે અને રાજકીય વગ ધરાવતા સરપંચ સામે ગીરગઢડા પોલીસમાં લેખિત અરજી આપીને કાયદેસર પગલા ભરવા માંગણી કરેલ છે…

ચૂંટણી સમયે મને બદનામ કરવાનું કાવતરૂ:સરપંચ

સમગ્ર બાબતે જામવાળાના સરપંચ નરેશ ત્રાપસીયા સાથે વાત ટેલીફોનીક વાત કરતા તેમણે પોતાનો લુલો બચાવ કરતા જણાવેલ કે મારૂ એફ બી આઇ.ડી મારા કાકાનો દિકરો વાપરતો હોય અને હાલ ચૂંટણી સમય હોવાથી મને બદનામ કરવાનું કાવતરૂ છે. બીજુ કે જે ચેટ પરણીત યુવતી સાથે થયેલુ છે તેમાં બળજબરી જેવું કશુ કર્યુ નથી…

સરપંચે ગામની અનેક યુવતીઓને માયાજાળમાં ફસાવી છે:પરણીત યુવતીના પતિ

પરણીત યુવતીના પતિ સાથે વાત કરતા જણાવેલ કે આ સરપંચે અનેક યુવતીને સોશ્યલ મીડીયાના માધ્યમથી ફસાવી છે. પણ તેણે સાવજના મોઢામાં હાથ નાખ્યો છે. સરપંચના પાપનો અંત લાવીને જંપીશું. અને બળજબરી પુર્વક મારા પત્નિને મેસેજ કરવા મજબુર કરી છે. તેની સામે પોલીસમાં લેખિત અરજી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap