કચ્છ : બિમલ માંકડ : કચ્છના મતદારો ભાજપ સાથે રહીને ૩૩૨ બેઠકો પર ભાજપનુ કમળ ખીલ્યું હતું તો ૯૪ બેઠકો પર પંજોએ પકડ જમાવી હતી
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં જે પરિણામો આવ્યા તે જોતા સ્પષ્ટ રીતે નિષ્ણાંતો માનીરહ્યાં હતા કે સ્થાનીક સ્વરાજની અન્ય પાલિકા અને પંચાયતોની ચુંટણીમાં ભાજપનો ભગવી લહેરાશે અને તેવાજ ચિત્રો જોવા મળ્યા છે ત્યારે કચ્છના અબડાસા લખપતની એમ્ બે તાલુકા પંચાયતોને બાદ કરતા દરેક મોરચે ભાજપે તેની પકડ યથાવત રાખી છે. ત્યારે ગત ચૂંટણી કરતાં પણ સારૂ પરિણામ મેળવ્યું છે ત્યારે મરદારોએ કરેલા મતદાનના આંકડાઓ જઈએ તો ભાજપના નવા સુત્ર અનુસાર કચ્છના મતદારો ભાજપ સાથે સુર મિલાવીને કૉંગ્રેસના સુપડા કરી દીધાં છે.
કચ્છમાં જાહેર થયેલા પરિણામો પર નજર કરીએ તો કચ્છની ૫ નગરપાલિકાની કુલ બેઠક ૧૯૬, બેઠકો માંથી ભાજપને ૧૬૮, અને કોંગ્રેસે ૨૮, બેઠકો મેળવી છે જેમાં
ભુજ નગરપાલિકા ભાજપ કુલ બેઠક ૪૪ માંથી ભાજપને ૩૬, અને કોંગ્રેસને ૮, સીટો મળી છે,
માંડવી નગરપાલિકાની કુલ ૩૬ બેઠક માંથી ભાજપ ૩૧, અને કોંગ્રેસે ૫, બેઠકો મેળવી છે, પૂર્વ કચ્છના ગાંધીધામ નગરપાલિકાની કુલ ૫૨ બેઠક બેઠકોમાંથી ભાજપને ૪૭, અને કોંગ્રેસને ૫, બેટકો મળી છે, મુન્દ્રા બારોઇ સીટપર નગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ હતી તેમાં પણ ભાજપએ જીત મેળવી છે જેની કુલ ૨૮ બેઠકો માંથી ભાજપ ૧૯, અને કોંગ્રેસે ૯, બેઠકો મેળવી છે,
અંજાર નગરપાલિકાની કુલ ૩૬ બેઠકોમાંથી ભાજપ ૩૫, અને કોંગ્રેસે ૧, બેઠક મેળવી છે, કચ્છની ૧૦ તાલુકા પંચાયતોની
કુલ ૨૦ બેઠક માંથી ભાજપ ૧૪૪, અને કોંગ્રેસ ૫૮,આમ આદમી પાર્ટીએ ૧, અને અન્ય ૧, બેઠક મેળવી છે. જેમાં
ભચાઉ તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠક માંથી ભાજપ ૧૬, અને કોંગ્રેસ ૪, બેઠકો મેળવી છે, ભુજ તાલુકા પંચાયતની કુલ બેઠક ૩૨ બેઠકોમાંથી ભાજપ ૨૪, અને કોંગ્રેસે ૮, બેઠકો મેળવી છે,
ગાંધીધામ તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકમાંથી ભાજપ ૧૨, અને કોંગ્રેસ ૩, આમ આદમી પાર્ટીએ એક બેઠક મેળવીને કચ્છમાં ખાતું ખોલાવ્યું છે.
લખપત તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકમાંથી ભાજપ ૭, અને કોંગ્રેસ ૯, બેઠકો મેળવી છે.અબડાસા તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકમાંથી ભાજપ ૮, કોંગ્રેસ ૧૦, બેઠકો હાંસિલ કરીને પંજાએ પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને કોંગ્રેસની જીત થઈ છે. રાપર તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકમાંથી ભાજપ ૨૧, કોંગ્રેસ ૩, બેઠકો મેળવી છે. મુન્દ્રા તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકમાંથી ભાજપ ૧૦, કોંગ્રેસ ૮, બેઠકો મેળવી છે. અંજાર તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકમાંથી ભાજપ ૧૫, કોંગ્રેસ ૫, બેઠકો મેળવી છે. માંડવી તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકમાંથી ભાજપ ૧૭, કોંગ્રેસ ૨, અને અન્યએ ૧, બેઠક મેળવી છે. નખત્રાણા તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકમાંથી ભાજપ ૧૪ ,કોંગ્રેસ ૬, બેઠકો મેળવી છે. ત્યારે કચ્છ જિલ્લા પંચાયતની કુલ ૪૦ બેઠકોમાંથી ભાજપ ૩૨, અને કોંગ્રેસે ૮, બેઠકો પર વિજય મેળવ્યો છે. જીતનો ઉત્સાહ વિજેતા ઉમેદવારોએ સરઘસ કાઢીને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
