અંતિમ સૂર્યગ્રહણનો અનોખો સંયોગ, દરેક રાશિના જાતકોનો આ દિવસ કેવો રહેશે

અગામી તા.૧૪ સોમવારે કારતીક વદી અમાસ સાથે ચાલુ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ નો અનોખો સંયોગ થવા જઈ રહ્યો છે. જયોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આવા દિવસે ગ્રહ ગોચરમાં વૃશ્ચિક રાશિમાં પાંચ ગ્રહોની યુતિ બને છે.(સૂર્ય,ચંદ્ર,બુધ,શુક્ર,કેતુ)જે આવો યોગ ૬૩ વર્ષ પછી પુન: બનશે.ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સોમવતી કે બુધવારી અમાસનું વિશેષ મહત્વ ઉપાસના,આરાધના,યોગ-સાધના,દાન પુણ્ય કે જ્ઞાન પ્રાપ્તિ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આવા દિવસનું સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી માટે સુતક લાગશે નહીં તેમજ ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં. પરંતુ ગ્રહણના સૂક્ષ્મ કિરણોનું અશુભ અસર માનવજીવન ઉપર પડતી હોય છે. માટે દરેક રાશિના જાતકોને આવો દિવસ કેવો રહેશે તે નીચે મુજબ દર્શાવેલ છે.

(૧)મેષ રાશિ:-તમારે નકકી કરેલી સફળતા મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે.માનસિક સ્થિતિ બગડી શકે.ધીરજપૂર્વક કામ કરવું.

(૨)વૃષભ રાશિ :-ગળા ને લગતી
સમસ્યા આવી શકે છે.વાણી-વિલાસ થવાની સંભાવના.લગ્ર જીવન તણાવપૂર્ણ બની શકે છે.

(૩)મિથુન રાશિ:-માનસિક ભય,ચિંતા વધે. ભાગીદારીથી નુકસાન થઈ શકે છે.ચોરી ધરના સ્થળે થઈ શકે.

(૪) કર્ક રાશિ:- નોકરી-ધંધાના કામ માટે બહાર ગામ જવાનું થઈ શકે.અંગત સંબંધો બેદરકારી ને કારણે બગડી શકે.મિત્રો સાથે વ્યવહાર ન કરવો.

(૫) સિંહ રાશિ:-સરકારી કામકાજ માં બેદરકારી ન રાખશો.આકસ્મિક માનહાનિ સામાજિક જીવનમાં થઈ શકે છે.સંતાનનું આરોગ્ય બગડે.

(૬)કન્યા રાશિ:- તમારા કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડી શકે છે.પાડોશી સાથે સંબંધ બગડી શકે.બહાર નું ન ખાશો.

(૭)તુલા રાશિ :-નાણાકીય બાબતમાં મોટી નુકશાની આવી શકે છે.પ્રેમ-પ્રસંગ માં નિષ્ફળતા મળે.અશુભ સમાચાર મળે.

(૮)વૃશ્ચિક રાશિ:-પેશાબમાં બળતરા થાય તેમજ આંખ ને લગતી તકલીફ વધી શકે.જુના ઝધડા ઓચિંતા થાય.

(૯)ધન રાશિ:-જુની બિમારી વધી શકે. નાણાકીય વ્યવહારમાં છેતરપીંડી નો ભોગ બનાય.દાઝવાની ધટના બની શકે.

(૧૦)મકર રાશિ:-તમારા ખર્ચમાં હોસ્પિટલ ની રકમ મોટી આવી શકે.માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે.રાત્રે ઉધ ન આવે.

(૧૧) કુંભ રાશિ:-વધુ તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે.વાહન અકસ્માત થી સાવધાની રાખવી. બેંક તરફથી કે સરકારી ઓફીસ માંથી માંગણા નોટીસ મળી શકે.

(૧૨)મીન રાશિ:-શ્ર્વાસ ને લગતી તકલીફ થાય.નાના-મોટા અશુભ સમાચાર મળી શકે.શેરબજારમાં નુકશાની આવી શકે.

([email protected])

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap