ખેડૂત આંદોલન પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, જાણો SC શું કહ્યું…

સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન ઉપર ચિંતા વ્યક્ત કરી છે. કૃષિ કાયદા વિરુદ્ધ અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે પરિસ્થિતિને સમજીએ છીએ અને અમે ઇચ્છીએ છીએ કે આ મામલો વાતચીત દ્વારા ઉકેલી શકાય એમ છે.

નવા કૃષિ કાયદાઓની બંધારણીય માન્યતાને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જનહિત યાચિકા દાખલ કરવામાં આવી હતી, આના પર સુનાવણી કરતી વખતે ભારતના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું હતું કે અમને પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. અમે સોમવારે ખેડૂત આંદોલન અને કૃષિ કાયદાની અરજીની સુનાવણી કરીશું.

જણાવી દઈએ કે, 26 નવેમ્બરના રોજ હજારો ખેડૂતો દિલ્હીની જુદી-જુદી સરહદો પર 3 કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન, સરકાર અને ખેડૂતો વચ્ચે 8 રાઉન્ડની વાતચીત થઈ હતી, પરંતુ બધી બેઠકોમાં કોઈ નિર્ણય આવ્યો નથી.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે,અમે પરિસ્થિતિને સમજીએ છીએ અને અમે ઇચ્છીએ છીએ કે આ મામલો વાતચીત દ્વારા ઉકેલી શકાય. સુનાવણી દરમિયાન સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા અને એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યું કે, અપેક્ષા છે કે ટૂંક સમયમાં જ ખેડૂતોના પ્રશ્નો ઉકેલાશે અને આ અંતિમ સમાપ્ત થઈ જશે. હવે આ કેસમાં તમામ અરજીઓની સુનાવણી 11 જાન્યુઆરી 2021 ના ​​રોજ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap