અત્યાચાર, ભેદભાવ અસમાનતા અને ક્રૂર જાતિવાદનો ભોગ બનેલા અનુસૂચિત જાતિના શિક્ષકની કહાની

અનુસૂચિત જાતિના વાલ્મિકી સમાજમાંથી આવતા અને શાળામાં અલગ પાણીના માટલા રાખતા વિરોધ કરી હાઇકોર્ટ સુધી લડત ચલાવનાર અને અત્યાચારનો ભોગ બનેલ પાયાની શૈક્ષણિક કાર્ય કરતા શિક્ષક કનૈયાલાલ બારૈયાને ગામમાં રહેવા મકાન નહીં મળે તેવું ગામના સરપંચ અને તલાટી લેખિતમાં જણાવ્યું છે.

બોલો 21મી સદીમાં જીવતી આભડછેટ ભૂતકાળ નહીં વર્તમાન કાળ જેનો જુવો લેખિતમાં દસ્તાવેજી પુરાવો, અત્યાચારનો વિરોધ કરતા ભોગ બનનાર અનુસૂચિત જાતિના શિક્ષકની બદલી, હાલ જ્ઞાતિને લીધે રહેવા ભાડે ઘર ન મળવાથી આ શિક્ષક કનૈયાલાલ બારૈયા જેઓ દરરોજ 150કિલોમીટરનું ઘેરેથી નિશાળ અને નિશાળથી ઘર સુધી અપડાઉન કરે છે.

અત્યાચાર, ભેદભાવ અસમાનતા અને ક્રૂર જાતિવાદનો ભોગ બનેલા અનુસૂચિત જાતિના શિક્ષકની કહાની
વાલ્મિકી સમાજની વ્યક્તિને મકાન ભાડે અહીં ગામે નહીં મળે તેવું તલાટી અને સરપંચ લખીને કહે છે

સતત ભય અને ડરના માહોલમાં નોકરી કરે છે,જો ભણેલ-ગણેલ શિક્ષકની આ હાલત હોય તો મજૂરી કામ કરતા અને ઓછું ભણેલા આ જ્ઞાતિમાં જન્મેલ અન્ય લોકોનીની શું હાલત થતી હશે? તે એક કલ્પનાનો વિષય છે. સરકારે બદલી કરી પણ આરોપીઓની નહીં ભોગ બનનારની કારણ? તેઓ અમુક જ્ઞાતિમાંથી આવે છે એટલે? તેઓ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને બદલી અંગે અને મકાનની મુશ્કેલી અંગે વાત કરતા અધિકારીએ તેઓને જાહેર ઓફિસમાં હડધૂત કરેલ અને ઓફિસ બહાર કાઢી મુકેલ જેની હાઇકોર્ટમાં પિટિશન કરતા હાઇકોર્ટ દ્વારા નીચલી કોર્ટમાં 156(3)મુજબ કાર્યવાહી કરવા આદેશ કરેલી છે. અમુક જ્ઞાતિમાં જન્મવું તે ગુનો છે? બંધારણીય અને માનવ અધિકારોના રક્ષણ મુદ્દે માનવ અધિકારનું રાજ્ય સરકાર આ મુદ્દે કાર્યવાહી કરશે ?

છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત સંઘર્ષ કરનાર કાયદાની આંટીઘૂંટીમાં ફસાયેલાં અનુસૂચિત જાતિના શિક્ષકને સરકાર ન્યાય અપાવે અને તેઓની સાથે ન્યાયિક વર્તન કરી તેઓનો ડર અને ભય દૂર કરી તેઓના બંધારણીય અને માનવ અધિકારોનું સરકાર રક્ષણ કરે અને કાયદાનું શાસન સ્થપાય એવી આશા સાથે. (કનૈયાલાલ બારૈયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap