ઉના: મધદરિયે થયો અકસ્માત, સ્ટીમ્બરે મારી ફિશિંગ બોટને ટક્કર અને પછી જાણો શું થયું

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ઉનાના સૈયદ રાજપરા બંદરથી ફિસીંગ કરવા દરીયામાં બોટ છ ખલાસી સાથે ગયેલ હોય અને ફિસીંગ વિસ્તારમાં માછીમારી કરતી હતી. એ વખતે મોડી રાત્રીના અંધારામાં સ્ટીમ્બર બાજે ટક્કર મારતા બોટ તુટી જતાં માછીમારો સાથે બોટ ઉંડા દરીયામાં ડુબવા લાગતા માછીમારો બચાવો બચાવોની રાડો પાડતા બાજુમાં ફિસીંગ કરતી અન્ય બોટના ખલાસીઓને પોતાની બોટમાં લઇ આબાદ રીતે બચાવી લીધા હતા. અને તેને કાંઠે લાવવા તજવીજ હાથ ધરેલ છે.

સૈયદ રાજપરા ગામના મનુભાઇ કાનાભાઇ ડાભીની માલીકીની બોટ નંબર IND GJ 14 MM 1540 મોફીઝ નામની બોટ ગઇ કાલે સૈયદ રાજપરાથી 15 નોટીમાઇલ દૂર છ ખલાસી સાથે ફિસીંગ કરવા ગયેલ અને પોતાના ફિસીંગ વિસ્તારમાં માછીમારી કરતા હતા.

રાત્રીના 1.30ની આસપાસના સમયે માછીમારોના ફિસીંગ વિસ્તાર સ્ટીમ્બર બાજ ધુસી આવી આ બોટને ટક્કર મારતા બોટ દરીયા સીમામાં તુટી પડતા પાણીમાં ગરક થવા લાગતા આ બોટમાં રહેલા ભૂપતભાદા ભીલ, કરશન ચીકુ બાંભણીયા, મનુ કાના ડાભી, ચિરાગ મનુ ડાભી, ભાવેશ મનુ ડાભી, અમૃતભાઇ નામના ખલાસીઓ દરીયાના ઉંડા પાણીમાં કુદી પડી પોતાની જીદંગી બચાવવા રાડો રાડ કરી ઝઝુમતા હતા.

આ વખત સૈયદ રાજપરા ગામની અન્ય બોટ ત્યાં આવી આ છ ખલાસીઓને રાત્રીના અંધારામાં શોધી પોતાની બોટમાં લીધા હતા. અને આ ધટનાની જાણ બોટ માલીકને કરાયેલ હતી. અને આ ધટનામાં બચી ગયેલા ખલાસીઓ મોડી સાંજના દરીયા કાંઠા પર આવી પહોચશે અને બોટમાં પણ લાખો રૂપિયાનું નુકશાન થતાં તેને કાઢવા વારંવાર સ્ટીમ્બરો ફિસીંગ વિસ્તારમાં ધુસી આવે છે.

પોરબંદર, વેરાવળ, કોડીનાર, રાજુલા, પંથકમાં આવેલી સીમેન્ટ કંપનીમાં આવતી મોટી બાજ સ્ટીમ્બરોની અવર જવર રાત્રી દરમ્યાન દરીયામાં રહે છે. અને આવી સ્ટીમ્બરોએ ફિસીંગ વિસ્તારના 15 નોટીમાઇલ દૂર આવેલા નેશનલ સીમા હદમાંથી પસાર થવાના નિયમ હોવા છતાં અવાર નવાર માછીમારોના ફિસીંગ કરતી બોટને ટક્કર મારી ચાલી જતી હોવાના કારણે માછીમારોને પોતાની જીંદગી ગુમાવી પડે છે અને લાખો રૂપિયાની બોટ તૂટી જતાં બોટમાં નુકશાન થાય છે. અને કિંમતી ફિસીંગનો માલ સામાન જાળ પણ દરીયામાં તણાઇ જવાના કારણે બોટ માલીકો પાયમાલ થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap