આજે પોષ માસ નો પ્રારંભ થતાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવા પર મકર સંક્રાંતિનો પર્વ મનાવવામાં માટે કહેવાશે એવી માન્યતા છે કે આ દિવસ સૂર્યદેવ પોતાના પુત્ર શનિથી મળવા માટે આવે છે. સૂર્ય અને શનિનો સંબંધ આ પર્વથી હોવાના લીધે આ તહેવાર ખૂબ મહત્વપૂર્ણ હોય છે. સામાન્યરીતે શુક્રનો ઉદય પણ લગભગ આ સમયે થાય છે. આ માટે અહીયાથી શુભ કાર્યોનો આરંભ આદરી શકાશે. ઉત્તરાયણના દિવસે સ્નાન અને દાન-પૂણ્ય જેવા કાર્યોનું આગવું મહત્વ હોય છે. આ દિવસ કરવામાં આવેલું દાન અક્ષય લાભદાયી બને છે. ખાસ કરીને મકરસંક્રાંતિ જેવા પર્વ પર દાન આપવાનો વિશેષ મહિમા પદ્મ પુરાણ,ગરુડ પુરાણ તેમજ શિવપુરાણમાં આલેખાયુ છે.
પશ્ચિમના દેશો પણ હવે આર્ટ ઓફ ગિવિંગ પર જોર આપે છે. “આપીને ખુશ થવું” અને તેમાં પણ તમારી ભેટ લેનાર મહાન છે તેમ શાસ્ત્ર જણાવે છે અને એટલા માટે જ ભેંટ એટલે ગિફ્ટને ભાગ્યોદય કરનાર કહેવામાં આવે છે. જ્યારે તમે કોઈપણ વ્યક્તિ ને ખરી લાગણીથી કોઈને સારી વસ્તુ ભેંટ આપો છો ત્યારે તે તમારા ભાગ્યના દરવાજા ખોલનાર બને છે.
પોઝિટિવ વાઈબ્રેશન મેળવવા માટે નાની એવી ગિફ્ટ સારું કામ કરે છે. તમે જેને આદર આપતા હો જેને ગુરુ માનતા હો કે માર્ગદર્શક માનતા હો તેના શુભઆશિષ પ્રાપ્ત કરવા માટે કોઈ હકારામતક વસ્તુ ભેંટ આપવી જોઈએ. લાલ કિતાબ પ્રમાણે જોઈએ તો તમે જે વસ્તુનો વ્યવસાય કરતા હો તેમાં ઉન્નતિ માટે તમારા વ્યવસાયને લગતી કે એના પ્રતીક સમી કોઈ સારી વસ્તુ તમે જયારે ભેંટ આપો છો ત્યારે તમારા વ્યવસાયમાં પ્રગતિ થતી જોવા મળે વળી આપણે ત્યાં ભગવાનનો ભાગ કાઢવાનો પણ પરંપરા રહેલી છે. જે દાન ધર્મ ભેંટ સોગાદની યથાર્થતા દર્શાવે છે. મકરસંક્રાંતિ ગુરુવારે આવતી હોવાથી ગાયને ચણાની દાળ ૪૦૦ ખવડાવવાથી અધિક પુણ્યની પ્રાપ્તિ થશે. આવતીકાલે જે વ્યક્તિ દાન કરશે તેની પુણ્યની પોથીમાં જમા નોંધ થશે માટે દાન ની મહિમા અપરંપાર રહેલી છે.
(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)
