મોઢે આવેલો કોળીયો ઝૂંટવાઇ ગયો, ડુંગળીનો ભાવ સાંભળી ધરતીના તાતની આંખમાંથી આંસુ નિકળી જાય છે !

પાર્થ મજેઠીયા,ભાવનગર: જિલ્લોએ સમગ્ર ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમાં 65 ટકા ડુંગળી એકલા ભાવનગર માં થાય છે, પરંતુ ભાવોને લઈને હાલ જગતનો તાત મુંજાયો છે, જ્યારે ડુંગળી ખેતરમાં હોય ત્યારે ભાવ આસમાને હોય અને જેવી ડુંગળી બજારમાં આવવાની શરૂ થાય કે તુરતજ ભાવો ગગડી તળિયે જતા રહે છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ આ વર્ષે ગરીબો અને ડુંગળી પક્વનાર ખેડૂતો બન્ને ને રોવડાવ્યા છે.

ભાવનગર જીલ્લોએ ડુંગળીનું હબ ગણાય છે,સમગ્ર ગુજરાત કુલ ઉત્પાદનના 65 ટકા કરતા વધુ ડુંગળી માત્ર ભાવનગર જિલ્લામાં જ પાકે છે. જીલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં ડુંગળીનું વાવેતર થાય છે, જો કે ડુંગળીએ પહેલા ગરીબોને રડાવ્યા અને હવે ખેડૂતોને રડાવી રહી છે, આ વર્ષે ભાવનગર જીલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં અતિવૃષ્ટિનીનો કહેર તો માવઠા નો માર પડ્યો છે. જ્યારે ઓછામાં અધૂરું હોય તેમ સરકાર દ્વારા હાલ ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ડુંગળીનો ભરાવો થતા ખેડૂતોને પડ્યા પર પાટું હોય તેમ ડુંગળીના ભાવી ગગડી રહ્યા છે અને એક ડુંગળી પર આશા રાખીને બેઠેલા ખેડૂતોની એ આશા પર પણ પાણી ફરી વળ્યું છે.

હાલ ભાવનગર જીલ્લામાં બજારમાં ધીમેધીમે ડુંગળીની આવક થઇ રહી છે, જો આવક શરૂ થઈ તે પહેલાં યાર્ડમાં ખેડૂતોને ૪૦૦ થી લઈને ૭૦૦ સુધી ના ભાવો મળતા હતા પરંતુ જેવી નવી ડુંગળીની આવક શરૂ થઈ કે તુરત જ ડુંગળીના ભાવો તળિયે જતા રહ્યા. હાલ યાર્ડમાં 125 લઈ 400 આજુબાજુ ભાવો મળી રહ્યા છે. જ્યારે બીજી બાજુ સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરી છે, જેની અસર પણ ભાવો પર જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

હાલ ખેડૂતોને ડુંગળીમાં 20 કિલોના 500 થી 700 સુધીના ભાવો આવે તો પોસાય તેમ છે. હાલ ના સંજોગમાં લોકડાઉન બાદ મજૂરી, જંતુનાશક દવાઓ, બિયારણ ખાતર સાહિતના ભાવો વધ્યા છે, જેને લઈને ડુંગળીનું પડતર ઉંચી ગઈ છે આવા સંજોગો 100 રૂપિયા ભાવ આવતા ખેતરથી યાર્ડમાં લાવવાનો ખર્ચ પણ નીકળતો નથી, આવા સંજોગમાં સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ તાકીદે હટાવી લેવો જોઈએ જેથી ખેડૂતોને તેમના પાકનું, તેમનું મહેનતનું પૂરું વળતર માળી શકે તેવી આશા ભાવનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતો સેવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap