ગુજરાતમાં કોરોના વધુ પ્રમાણમાં વકર્યો હોવાથી સરકારે વિદ્યાર્થીઓ હિતમાં નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બરથી શાળા કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોરોનાથી વણસેલી સ્થિતિને જોતા નિર્ણય બદલવામાં આવ્યો છે.
આ પહેલા ગુજરાત સરકારે દિવાળી પછી 23 નવેમ્બરે ધોરણ 9થી12 અને મેડિકલ તથા પેરા મેડિકલ સહિતની સ્કૂલો ખોલવાની જાહેરાત કરી હતી. તેનો ઓલ ગુજરાત વાલી મંડળે વિરોધ કર્યો છે,
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ કરવામાં આવી છે, અને હાલ ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. તેવામાં દિવાળી વેકેશન બાદ સ્કૂલો ફરી શરુ કરવા માટે સરકારે કમર કસી છે. શરુઆતના તબક્કામાં શાળા-કોલેજ શરુ કરવાની જાહેરાત થઇ હતી પણ હવે શાળા-કૉલેજ શરૂ કરવાની નવી તારીખ પછી જાહેર કરાશે.
