બિમલ માંકડ,કચ્છ: મુન્દ્રામાં સરકાર માન્ય અનાજ બહાર વહેંચવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. બોર્ડર રેન્જ પોલીસે સસ્તા અનાજની દુકાન ધરાવતા સંપત મહેતાના ગોડાઉનમાં પાડી રેડ પાડી હતી. સરકારી બારદાનમાંથી ઘઉં, ચોખા,ચણાનો જથ્થો અન્ય બારદાનમાં ભરી સરકારી જથ્થો સગેવગે કરાતો હતો.
5200 કિલો ઘઉં,4400 કિલો ચોખા,550 કિલો ચણા અને 68 રેશનકાર્ડ કરાયા કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
