જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ સ્થાનિક ચૂંટણીના પરીણામોમાં જાણો કોને કેટલી મળી સીટ ?

જમ્મુ-કાશ્મીરના ડિસ્ટ્રિક્ટ ડેવલપેન્ટ કાઉન્સિલ (DDC)ની ચૂંટણીના પરીણામો આવી ચુક્યા છે. એક તરફ બીજેપીએ સૌથી મોટી જીત મેળવી છે, તો ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફ્રેન્સની જીત પર ચર્ચાઓ ન થતા સવાલો ઊભા થઈ રહ્યાં છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ રાજ્યનો દરજ્જો છીનવી લેતાં અને રાજ્યમાં ભાગલા પાડ્યા બાદ ભાજપે આ પ્રથમ ચૂંટણીમાં 75 બેઠકો પર જીત મેળવી છે. સાથે ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત સાત પક્ષોના પીપલ્સ અલાયન્સ ફોર ગ્રુપકાર ડિક્લેરેશન (PAGD)એ 280 માંથી 112 બેઠકો પર વિજય મેળવ્યો છે.

જમ્મુમાં ભાજપ,કાશ્મીર ખીણમાં ગુપકારનો દબદબો

ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ(DDC)ની ચૂંટણી પરિણામોમાં ગુપાકર ગઠબંધન કાશ્મીર ખીણ અને ભારતીય જનતા પાર્ટી જમ્મુ ક્ષેત્રમાં પર દબદબો ધરાવે છે. આ ઉપરાંત ભાજપે કાશ્મીર ખીણમાં પણ પોતાનું ખાતું ખોલાવ્યું છે અને 3 બેઠકો જીતી લીધી છે.

ભાજપના વિજય અંગે ભાજપના મહામંત્રી રામ માધવે કહ્યું કે,ડીડીસી ચૂંટણી પરિણામ ભારત સરકારની નિતીઓ અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનની ચૂંટણીઓને સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવે છે.સૌથી મોટી જીત સ્થાનિય લોકો માટે છે, જેમણે દેશના લોકતાંત્રિક પ્રણાલીને સમર્થન આપ્યું છે.

તો જમ્મુ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણીના ભાજપના પ્રભારી અનુરાગ ઠાકુરે ગુપકાર ગઠબંધન પર કહ્યું કે, ભાજપના વોટ શેર 38.74 ટકા છે અને ગુપકાર ગૈગના કુલ વોટ 32.96 ટકા છે. ગુપકાર ગૈગમાં ઘણી પાર્ટીઓ એક થઈને ભાજપને અને પીએમ મોદીને હરાવી શક્યા નહીં. ભાજપે જેમ્મુ-કાશ્મીરમાં 75 સીટ મળી છે જે સૌથી વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap