પાર્થ મજેઠીયાભાવનગર: ભાવનગર-સોમનાથ હાઇ-વે રોડનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. પરંતુ મહુવાથી તળાજા અને મહુવાથી રાજુલા સુધોનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં થતા મહુવાથી તળાજા તરફ આવતા રાહદારીઓને ખખડધજ રોડ અને રોડ પરના ખાડાઓનો સામનો કરી મહુવા આવું પડી રહ્યું છે. તો મહુવાથી રાજુલા જવામાં પણ આજ પ્રકારના રોડ પરથી પસાર થવું પડી રહ્યું છે. જે ને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. આ રોડ જલ્દી બનાવવામાં આવે તેવી માંગ મહુવાના સ્થાનિકો કરી ચુક્યા છે. પરંતુ આજદિન સુધી આ રોડનું કામ પૂર્ણ થયું નથી, જેને કારણે સ્થનિક લોકો મુશ્કેલીઓ મુકાણા છે.

રાજ્ય સરકાર ગુજરાતને વિકાસનું મોડેલ દર્શવિ રહ્યા છે. ત્યાંરે મહુવાના વિકાસના દ્રશ્યો દસ્તક ન્યુઝના કેમેરામાં ઝડપાયા છે. મહુવા શહેરના તમામ રાજમાર્ગો જેવાકે કુબેરબાંગ,સ્ટેશન રોડ સહિતના રસ્તાઓની હાલત ખુબ ખરાબ થઈ ચુકી છે. ત્યારે પાલિકાના અણઘડ વહિવટથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જ્યારે બીજી તરફ હાઈ-વે નિ જો વાત કરવામાં આવે તો મહુવામાં એન્ટર થતા તમામ રસ્તાઓ પર બે-બે ફુટ ઉંડા ખડાં પડી ગયા છે. જેમા ભાવનગર સોમનાથ નેશનલ હાઈ-વે કે જે તળાજા અને રાજુલા-ઉના સોમનાથ સાથે જોડાય છે. તેની હલત કેટલી દયનીય છે તે દ્રશ્યોમાં સપ્શ્ટ રીતે જોવા મળી રહી છે અને મહુવા થી સાવરકુંડલા,અમરેલિને જોડતો રસ્તો પણ બિસ્માર બની ચુક્યો છે, અને મહુવાના ઉમણિયાંવદર નજીક આવેલો એક્સપાયર થઈ ચુકેલો પુલ તો તમને દિવસે ભગવાન દેખાડે તો નવાઈ નહિ જર્જરિત થઈ ગયેલ આ પુલ પર થી પીપાવાવ. એસ.ટી.ખાનગી બસોનુ ટ્રાફિક 24 કલાક શરુ રહે છે લોકો તેને કારણે પરેશાન થયા છે.

હવે આ નેશનલ હાઈવે અને પુલની ટેક્નિકલ જાણકારી મેળવીએ તો દોઢ વર્ષથી વધારે સમય પહેલા આ રોડ 4 લેન બનાવવા માટેનું કામ કરવા માટે એજન્સિને અપાઈ ચુક્યુ છે અને હાઈવે ઓથોરિટી દ્વારા કોન્ટ્ર્ક્ટર ને રોડ પણ સોપાઈ ચુક્યો છે. માટે જ્યાં સુધિ રોડનુ કામ પુર્ણ ન થાય ત્યાંસુધી તમામ પ્રકારના મેન્ટેનસની જવાબદારિ કોન્ટ્રાક્ટરની હોય છે, પરંતુ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની આળસના કરણે નથી હાઈવેનું કામ પુરુ થતુ કે નથી રિપેરિંગ કરવામાં આવતુ લોકોને આ રોડ પરથી પસાર થવું એટલે મઘરની પીઠ પરથી પસાર થવા જેવું સાબિત થાય છે.

જોકે આ બાબતે સ્થાનિક ધારાસભ્ય સાથે વાત કરતા આ રસ્તો અત્યંત ખરાબ હોવાનું સ્વીકાર્યું હતું અને હવે જો કંપની ઝડપથી કામ પૂરું નહિ કરે તો તેમને ટર્મિનેટ કરી અન્ય એજન્સીને કામ આપી ઝડપથી રસ્તાઓ સારા કરવામાં આવે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું, જોકે લોકોની પરેશાની સામે નેતાઓ માત્ર આશ્વાશન આપી પોતાની જવાબદારી માંથી છૂટી રહીયા હોય તેવું લાગી રહ્યું છે.
