દીવના માછીમાર આધારિત ટૂંકી ફિલ્મ ‘ઘૂઘમ’નું પ્રિમિયર યોજાયું

કિશન બાંભણિયા,ગીર,સોમનાથ: દીવના માછીમાર આધારિત ટૂંકી ફિલ્મ “ઘૂઘમ “નું પ્રિમિયરનો કાર્યક્રમ સાઉદવાડી દીવમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સાગર ખેડૂનાં જીવનના સંઘર્ષ, સાહસ સાથે લોક પરંપરાઓ, વિધિઓ અને સામાન્ય માન્યતાઓ તેમજ એક સામાન્ય માણસનું કેટલું મોટું સાહસ હોય છે અને ગમે તેટલી મુશ્કેલીઓ છતાં પણ પોતાના પરિવારના વ્યક્તિ દરિયામાં ગુમાવ્યાં છતાં તેનાથી ડરતા નથી. એતો સતત પોતાના વ્યવસાયમાં નીકળી પડતા હોય છે. આ વાસ્તવિક જીવન દર્શન દર્શાવતી આ ફિલ્મ રજુ કરવામાં આવી.

આ ફિલ્મના લેખક, ડાયરેક્ટર, પ્રોડ્યુસર નશીન બામણીયાએ કર્યું છે. આ ફિલ્મનું ગીત લીલવંતી માનસીને લખ્યું છે. મુખ્ય સ્ત્રી પાત્ર ફલકબેન મહેતા, વિજય બામણીયા,ગજાનંદ બારીયા, ઊકાબાપા, કમળા બારીયા, આરતી બારીયા, ડૉ. ભરત, માવજી રાજા, શાંતા શાંતિ, ગુલાબબેન વગેરે અભિનય કર્યો છે. જેમાંથી મોટાભાગના પાત્રો દીવ વિસ્તારના વ્યક્તિઓએ અભિનય કર્યો છે .

આ ફિલ્મ માનશીન બામણીયાએ તેમના માતાના હસ્તે દરિયામાં ગુમાવેલ માછીમાર ભાઈઓને શ્રદ્ધાંજલિ રૂપે આજ રોજ અર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ઘનશ્યામભાઈ ગઢવી ( આર્ટ હીસ્ટીરયન અને મ્યુઝયમ આર્ટ રાજકોટ ), દિવ્યાબેન અને હેમાંશુંભાઈ પટેલ (પ્રોડ્યુસર, મારુતિ ફિલ્મ આર્ટ અમદાવાદ) જિલ્લા પંચાયતદીવ પ્રમુખ, સભાસદો, પંચાયતના સરપંચ, જુદીજુદી સમાજના પટેલો ઉપસ્થિત રહ્યાં હતા.જેમાં કોવિડ 19 ગાઇડલાઇનો સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap