હેમંત ડાભી, બોટાદ: હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે જનસામાન્ય પાસેથી 1000 રૂપિયા જેટલી માતબર રકમનો દંડ વસુલતી પોલીસ બોટાદના વિવિધ અને રાજમાર્ગો પર બનેલા પાર્કિંગ વગરના કોમ્પ્લેક્ષોના માલિકો પર શું ફોજદારી કાર્યવાહી હાથ ધરશે? શું પાર્કિંગ વગરના કોમ્પ્લેક્ષ કાયદાની મર્યાદાઓ અને શરતોને આધીન બન્યા છે?
કોમ્પ્લેક્ષોમાં પાર્કિંગ ની વ્યવસ્થા નહિ હોવાને કારણે ટ્રાફિક સમસ્યામાં અટવાયેલા વાહન માલિકને પોલીસ મેમો ફટકારતી હોય છે ત્યારે શું પોલીસ ગેરકાયદે બનેલા કોમ્પ્લેક્ષોના માલિકો પર ફરિયાદ નોંધી પોતાની પ્રામાણિકતા દાખવશે તેવો પ્રશ્ન રોજગારી અને મહામારી સામે ઝઝુમતી બોટાદની લાચાર અને પિડીત જનતાના મનમાં ઉઠાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે બોટાદમાં વગર મંજુરીએ બની રહેલા કોમ્પ્લેક્ષ પર તવાઈ લાવવી બોટાદના બંધારણની સુરક્ષાના જવાબદાર અધિકારીઓ પ્રજાહિતમાં આવા ગેરકાયદેસર બાંધકામોને થતા અટકાવશે? કે પછી પાછલા બારણે કામગીરી કરી નાખશે? તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
